હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કોલ્ડ વેવ ની આગાહી કરી છે.સમય બાદ એક સારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો સુધી પહોંચ્યું છે. ઊંચા પહાડો પર બરફ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન લગભગ શુષ્ક છે. પરંતુ હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતો પર હળવો વરસાદ શરૂ થયો છે. બે-ત્રણ દિવસ પછી જ્યારે ઉત્તરનો પવન ફૂંકાશે, ત્યારે હજું ઠંડીમાં વધારો થશે તેવી શક્યતા છે .
23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. સાથે આ અરસામાં હવામાનમાં ફેરફાર ને લયને પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે
બંગાળના ઉપસાગર માં ૧૭ થી ૨૨ તારીખે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે સાથે ૨૨ થી ૨૫ નવેમ્બરમાં અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોનિક સરકયુલેશન બને તેવી શક્યતા છે હવે જો આ સિસ્ટમ ઓમાન તરફ ફંટાઈ જાય તો ગુજરાતમાં વરસાદ નહીં પડે બાકી ગુજરાત તરફ આવશે તો માવઠાની સંભાવના છે.
અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે જેમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કાતીલ ઠંડી જોવા મળશે. આ સાથે ૧૫ ડીસેમ્બર બાદથી તાપમાન ૧૦ ડીગ્રી સેલ્સિયસ ની નિચે આવશે , જેના કારણે ગુજરાતમાં આ વર્ષ રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની સંભાવના છે.