પરેશ ગૌસ્વામીએ કરી ફરી વાવાઝોડું અને વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં નવેમ્બર મહિનો અડધો થયો છે અને જેમ જેમ નવેમ્બર મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી પણ વધી રહી છે. તાપમાન નીચે ઉતરી રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે સંપૂર્ણ પણે શિયાળાનો અનુભવ થાય છે. જોકે, બપોરે હજી પણ ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં 20 ડિગ્રીની નીચે તાપમાન સરક્યું છે.
પરેશ ગૌસ્વામીએ વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગર એક સાયક્લોનિક સરકયુલેશન સર્જાયું છે આ સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારમાં અસરકારક રહેશે અને વાવાઝોડું બને તેવી કોઈ શક્યતા નથી. સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં તેની કોઈ અસર નહી થાય, બંગાળની ખાડીમાં બેંક ટુ બેક સિસ્ટમ બનશે પરંતુ આ સિસ્ટમની અસર ગુજરાતમાં નહીં જોવા મળે.
બે દિવસ પછી ઉત્તર-પક્ષિમથી હવાનું દબાણ વધશે તો ઉત્તરના મેદાની વિસ્તારોમાં તાપમાન પણ ધીમે ધીમે ઘટવા લાગશે. પરેશ ગૌસ્વામીના જણાવ્યા મુજબ આગામી દિવસમાં ત્રણ-ચાર દિવસમાં તાપમાન હજુ નીચે જશે. જો કે, કડકડતી ઠંડીની શક્યતા ઓછી વર્તાઈ છે. જેમાં ઠંડીની સૌથી વધુ અસર પહાડોમાં ભારે હિમવર્ષા બાદ જોવા મળશે. જ્યારે જમ્મી કાશ્મીરમાં ધીમીધારે હિમવાર્ષ થઈ રહી છે.
ગુજરાતમાં બપોર દરમિયાન મહત્તમ તાપમાન ઊંચું ૩૨-૩૫ ની વચ્ચે રહેવાની સંભાવના છે તો રાત્રે લધુત્તમ તાપમાન હવે નીચે આવશે આગામી દિવસોમાં લધુતમ તાપમાન ૧૬ ડીગ્રી સુધી આવવાની શક્યતા છે. બાકી પવનની ઝડપ અને દિશામાં કોઈ ફેરફાર નહીં જોવા મળે.