નવી જીરાની આવકોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ઉંઝામાં 4 હજાર બોરીથી વધારે નવા જીરાની આવક થઇ હોવાની માહિતી મળી રહી છે. આ સાથે જુનુ જીરૂ પણ આટલા જ પ્રમાણમાં વેચાણ માટે આવી રહ્યુ છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.3900થી રૂ.5000ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે.
જીરૂની બજારમાં મજબૂતાઈનો માહોલ હતો. ગલ્ક ફુડ આજથી-સોમવારથી શરૂ થઈ રહ્યું છે અને જીરૂના વેપારો આ ગલ્ફ હુડમાં સાર થાય તેથી નિકાસકારોને આશા છે. જીરૂના ભાવ ગત વર્ષથી થવા નીચા હોવાથી જીરૂની બજારમાં આવર્ષે ફોરવર્ડમાં વેપારો સારા થાય તેવી ધારણા છે, જો પારણા મુજબ નિકાસ વેપારો થશે તો બજારને ટેકો મળશે. જોકે નિકાસ વેપારો કયા ભાવથી થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
બીજી તરફ નવા જીરૂની આવક પણ હવે એકાદ સપ્તાહમાં વધી જશે અને જો સુકા માલ આવશે તો બજારમાં વેપારો પણ શરૂઆતમાં સારા થાય તેવી ધારણા છે. જરૂની બજારમાં હાલ સ્ટોકિસ્ટોની પાઈપલાઈન ખાલી છે અને આગળ ઉપર જીરૂની બજારમાં એવરેજ ખેડૂતોની નીચા ભાવથી વેચવાની ઓછી આવી શકે છે.
રાજકોટમાં નવા જીરૂની ૩૦ બેગની આવક સામે ભાવ ભેજવાળામાં રૂ.૩૦૦૦થી ૩૫૦૦ અને સારા કરિયાલાબર જીરૂમાં રૂ.૪૦૦૦થી ૪૪૦૦ના માલ હતા. જીરૂ માર્ચ વાયદો છેલ્લે રૂ.૨૧,૧૭૫ની સપાટી પર બંધ રહ્યો હતો.