ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.
26 ડીસેમ્બર માવઠું
ગુજરાતમાં કચ્છના રાપર ભુજ ધોળાવીરા લખતર વિસ્તારમાં, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં, પૂર્વ ગુજરાતમાં મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગું વિસ્તારમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા થી મધ્યમ માવઠાની સંભાવના છે.
27 ડીસેમ્બર માવઠું
ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ વાપી ડાંગ તાપી ભરૂચ અને નર્મદા જિલ્લામાં હળવા થી મધ્યમ માવઠાની સંભાવના છે સાથે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અમુક જગ્યાએ છાંટ છુટ થય શકે છે બાકી ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
જ્યારે ઠંડીની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડીસેમ્બર મહીનામાં ઠંડી યથાવત રહેશે, સાથે જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિ સુધી કડકડતી કાતિલ ઠંડી પડશે તેવું અનુમાન છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે તેવી આગાહી કરી છે.