ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે. પરંતું અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે. કારણ કે, અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળા અંગે કરેલી આગાહી પ્રમાણે, 17થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે, ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે શિયાળામાં ઠંડી સામાન્ય નહી જોવા મળે અને છેલ્લા ૩૦ વર્ષ નો રેકોર્ડ તોડે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ધીરે ધીરે તાપમાન નીચું ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં બપોર દરમિયાન મહત્તમ તાપમાન ૩૨ થી ૩૪ ડીગ્રી સેલ્સિયસ નોંધાશે અને રાત્રે લધુત્તમ તાપમાન ૧૬ ડીગ્રી સેલ્સિયસ સુધી નીચે આવશે.
અમદાવાદ લધુતમ તાપમાન ૧૮ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું, મહેસાણામાં ૧૮.૩૦ ડીગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું, થરાદ, વાવ, રાધનપુર, અંબાજી, ધાનેરા બોર્ડર લાગું વિસ્તારમાં ૧૭ આસપાસ તાપમાન નોંધાયું. કચ્છમાં ધોળાવીરા, ખાવડા, રાપર તાલુકાના વિસ્તારમાં ૧૮-૨૦ વચ્ચે તાપમાન નોંધાયું. બાકીના સૌરાષ્ટ્રમાં, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ૨૦ આસપાસ તાપમાન નોંધાયુ.