હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે હજું દેશના ધણા ભાગોમાં વરસાદની સ્થિતિ બરોબર નથી અને અછત છે દક્ષિણ ગોળાર્ધના પરિબળો નબળા છેહિદ મહાસાગરમાં કંઈક અંશે વાદળો બને , અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો ફૂંકાય , બંગાળના ઉપસાગર માં 30 જુલાઈ આસપાસ અને 5 ઓગસ્ટ આસપાસ હવાના દબાણ વચ્ચે જેના લીધે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહે લી છે.
29-30 જુલાઈમાં મધ્ય ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર ના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને રાજકોટ ના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે કચ્છના વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના રહે લી છે. દક્ષિણના ભાગોમાં પણ ડાંગ આહવા વલસાડ તાપી નાં ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે .
મધ્ય ગુજરાતમાં વડોદરા ના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહે. આ ઉપરાંત પૂર્વ ના ભાગો અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ના ભાગોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે આમ છતાં ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ ઓછો છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ઓછો છે .
29 જુલાઈમાં અમદાવાદ ગાંધીનગર ના ભાગોમાં , દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અને ગુજરાત રિજનમા ભારે વરસાદ રહે તેવી શક્યતા છે કોઈ કોઈ ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના રહે લી છે આ સિવાય 3 ઓગસ્ટ બાદ પણ વરસાદી માહોલ જામશે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.