ગુજરાતમાં ચોમાસાનું વહેલુ આગમન થવાના એંધાણ, તાપમાનનો પારો 45 પાર, પાંચ દિવસ અગનવર્ષા યથાવત
બંગાળની ખાડીમાં આજે ! લો પ્રેસર સર્જાયું હતું જે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને તા. ૨૪ની સવાર સુધીમાં ડીપ્રેસન (વાવાઝોડાનું શરુઆતી રૂપ)માં ફેરવાશે અને ત્યારબાદ તા. ૨૫ની સાંજે વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે ત્યારે લો પ્રેસરની સાથે આજે નૈઋત્યનું ચોમાસુ પણ ગતિશીલ । બનીને દક્ષિણ અરબી સમુદ્ર, માલદિવ્ઝ પર અને બંગાળની ખાડી તથા આંદામાન- નિકોબાર ટાપુ સમુહમાં આગળ વધ્યું હતું અને હજુ બે દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે.
નોર્મલ તારીખ કરતા ચાર દિ’ વહેલું ચોમાસુ આગળ વધ્યું, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી
સમગ્ર દેશમાં ચોમાસાનો પ્રારંભ કેરલથી થાય છે જે આ વખતે તા.૩૦ મેના દિવસે બેસવાની આગાહી છે પરંતુ, સામાન્ય રીતે ફેરલથી જે અંતરે તા.૨૬ મેના ચોમાસુ આવે છે તેના બદલે આ વર્ષે ૨૨ મેના આવી પહોંચ્યું છે. આ ગતિ આગળ વધતી રહે અને અરબી સમુદ્રમાંથી તેને સપોર્ટ મળતો રહે તો ચોમાસુ ગુજરાતમાં પણ વહેલુ આવવાની સંભાવના છે. બીજી त२३ સત્તાવાર ચોમાસા પૂર્વે જ કેરલમાં ત્રણ- ચાર ઇંચ, તમિલનાડુમાં છૂટાછવાયા સ્થળે ૩થી ૬ ઈચ સહિત કર્ણાટક, ઝારખંડમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને હજુ કેરલ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક વગેરે રાજ્યોમાં તીવ્ર પવન, ગાજવીજ સાથે વ્યાપક વરસાદની આગાહી છે.
ગુજરાત ૪૬ ડિગ્રીએ શકાયું, ૬ શહેરોમાં પારો ૪૫ને પાર, હજુ પાંચ દિવસ અગનવર્ષા યથાવત રહેશે.
સમગ્ર ગુજરાતભરમાં ઉનાળો ખરેખર આકરો અને ભૈયાવહ સાબીત થઈ રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે સીઝનની રેકોર્ડબ્રેક ૪૫.૯ ડિગ્રી તાપમાન નોંધાયેલ. જયારે હિમંતનગર અને કંડલામાં સૌથી વધુ ૪૬.૧ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. રાજયમાં ૧૨ થી વધુ શહેરોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે.
અમદાવાદમાં છેલ્લા દસવર્ષની ગરમીની વાત કરીએ તો છેલ્લે ૨૦૧૬માં ૨૦મીમેએ / હાઈએસ્ટ ૪૮ ડિગ્રી ગરમી નોંધાઈ હતી તેમજ ૨૦૨૨માં ૧૧મીએ ૪૫.૯૮ડિગ્રી ગરમી નોંધાઈ હતી અને જે પછી આજનું સૌથી વધુ યુ મહત્તમ તાપમાન ૪૫.૯ નોંધાયુ છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત તેમજ વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં તાપમાન વધુ રહેશે.