ગુજરાતમાં દિવાળી પહેલા વરસાદ-વાવાઝોડાનું બેવડું સંકટ!, અંબાલાલ પટેલની આગાહી

#આગાહી
Views: 4K

અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હવામાનમાં પલટો આવશે. ગરમી અને બફારા વચ્ચે તારીખ 24મી તારીખ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતમાં દિવાળી પહેલા વરસાદ-વાવાઝોડાનું બેવડું સંકટ!

અંબાલાલ પટેલની આગાડી અનુસાર 22 થી 25 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વાવાઝોડુ સર્જાવાની શક્યતા

વાવાઝોડાની ગતિ 100 થી 120 કિમી સુધી રહેવાનું અનુમાન

• આ ચક્રવાત સર્જાય તો તેની સીધી અસર ગુજરાત પર વર્તાય

વાવાઝોડાને કારણે 24 ઓક્ટોબર આસપાસ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા

અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે.

તારીખ 22 ઓક્ટોબરથી એક મજબૂત સિસ્ટમ બનશે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પશ્ચિમી વિક્ષોભ આવશે. જેની અસરથી દક્ષિણ પૂર્વીય તટો પર બરફ પડવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. પહેલી નવેમ્બરથી સાત નવેમ્બર સુધી ગુજરાતના માથે વરસાદના વાદળો ઘેરાઈ શકે છે. 7 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં બીજું એક વાવાઝોડું આવશે. જેના કારણે સાતથી નવ નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું આવવાની શક્યતા છે.

આજે બપોર બાદ મેધ-તાંડવ, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, પરેશ ગૌસ્વામીની આગાહી
આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 19-10-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up