Heavy rain:બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના કારણે ફરી ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત રિજનમા ભારે વરસાદની સંભાવના છે
આજે 4 જુલાઈ કયા કયા જિલ્લામાં વરસાદ
ગુજરાતમાં બે દિવસથી વરસાદનું જોર વધ્યું છે આજે વરસાદી સિસ્ટમ ની અસર વધુ જોવા મળશે ,વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ વધુ મજબૂત થઇ ડીપ્રેશનમાં ફેરવાઈ, અને એક સરકયુલેશન રાજસ્થાન ઉપર સક્રિય છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
આજે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે આટલાં વિસ્તારમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે જ્યારે નવસારી તાપી વલસાડ અને દમણ દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે કચ્છમાં પણ મધ્યમ થી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. બાકીના વિસ્તારોમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્ય વરસાદ પડી શકે છે.
5 જુલાઈ મા ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
5 તારીખના રોજ વરસાદના વિસ્તારમાં ઘટાડો થશે. છતાં કચ્છમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ગુજરાત રિજનમા છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.