ગુજરાત – સૌરાષ્ટ્ર કચ્છમાં ૬ દિવસ હળવા – ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી

#આગાહી
Views: 357

ગુજરાતમાં છેલ્લા થોડાં દિવસથી વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ સહિત રાજયના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ પણ રાજયના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થશે તેમ જણાવ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં વીજળીના ચમકારાં અને ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક,રામાશ્રય યાદવે સોમવારે પોતાની આગાહીમાં જણાવ્યુ હતુ કે, આજે, મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાંવીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે આટલા વિસ્તારમાં વરસાદની આગાહી 

હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ૧૧ જૂનના વરસાદના મેપ પ્રમાણે, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

12 અને 13 જુને ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ 

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ૧૨ અને | ૧૩મીએ છૂટાછવાયા સ્થળો પર સામાન્યવરસાદ થઈ શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તથા જુનાગઢ, અમરેલીમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૨ જૂનના વરસાદના મેપ પ્રમાણે સુરત, નમૅદા,ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ૧૩ જૂનના વરસાદના મેપ પ્રમાણે, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

14 અને 15 જુને ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ 

પાંચમા દિવસે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થઈ શકે છે. સુરત, ડાંગ, નવસારી વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૪ જૂનનાવરસાદના મેપ પ્રમાણે, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

૧૫ જૂનના વરસાદના મેપ પ્રમાણે, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.ગુજરાતમાં આગામી ૨- ૩ દિવસમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે. ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચ્યું છે. રાજયમાં બે દિવસમાં દક્ષિણ ગુજરાતઅને સંભવતઃ સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરશે.

16 જુને ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજથી ૧૬ જૂન દરમિયાન રાજયમાં વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના છે.

આ વર્ષે ચોમાસું ગત વર્ષ કરતા ચાર દિવસ વહેલું છે. સૌરાષ્ટ્ર સહિત રાજયમાં વરસાદની સંભાવના છે. ચોમાસું નજીક આવતા જ સૌરાષ્ટ્રના ખેડુતોએ કૃષિ વાવેતરની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, ભારે વરસાદ ક્યારે, અંબાલાલ પટેલની આગાહી
તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 11/06/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 11/06/2024 sesame apmc ratea
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up