ધંઉ ની બજારમાં ધીમી ગતિએ તેજીનો દોર યથાવત છે અને આજે કિક્વન્ટલે રૂ.૧૦ની તેજી આવી હતી. સુરતના ભાવ આજે પહેલીવાર રૂ. ૩.૩૦૦ની સપાટીને પાર કરી ગયા હતા. પઉંની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના પર આગળની બજારનો આધાર એલો છે. ઘઉંમાં સરકારી ટેન્ડરની માત્રા વધશે નહીં તો બજારો હજી વધશે અને જો સરકાર ક્વોટા વધારશે તો તેજીને બ્રેક લાગે તેવી શક્યતા છે.
અમદાવાદની મિલોના ભાવ રૂ.૩૨૧૦, ભરોડાની મિલોના ભાવ રૂ. ૩૨૫૦ અને મિલો રૂ.૭૩૧૧ હિંમતનગરની મિલોના ભાવ રૂ.૩૧૨૦ હતા.
માર્કેટિંગ યાર્ડના ભાવ
રાજકોટમાં ૧૧૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૫૮૫ થી ૫૯૫, એવરેજ રૂ.500થી ૬૩૦, સારી કેક્વોલિટીમાં રૂ.૧૪૦થી ૬૮૦ હતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં ૨૦૦૦ બોરીની આવકો હતી અને ભાવ લોકવનમા રૂ.૫૫૦ થી ૬૨૦ અને ધંઉ ટુકડામાં રૂ.૫૩૦ થી ૭૦૦ ભાવ હતા. હિંમતનગર માત્ર ૧૦૦ ભોરીની આવક હતી અને ભાવ મિલ ક્વોલિટીનાં રૂ.૫૯૦થી ૬૦૦, મિડિયમ ક્વોલિટીમાં રૂ.૬૨૫થી ૬૭૦ અને સારી ક્વોલિટી માં રૂ.૭૦૨ હતા.
વૈશ્વિક ઘઉંની બજારમાં સુધારો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૨.૭૬ સેન્ટ વધીને ૫.૪૯ ડોલરની સપાટી પર બંધ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં ધંઉ ઉત્પાદન વર્ષ ૨૦૨૪-૨૫માં કે જેની શરૂઆત ઓક્ટોબર મહિનાથી થાય છે, તેમાં કુલ ક્રોપ ૩૦૦ લાખ ટન થવાનો અંદાજ છે. જે અગાઉની તુલનાએ ૪૦ લાખ ટનનો વધારો બતાવે છે. સરકારી એજન્સીએ સત્તાવાર રીતે પાકનો અંદાજ ૨૩ ટકા વધારીને ૩૧૯ લાખ ટનનો મૂક્યો છે. નવેમ્બર મહિનામાં વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં ક્વોલિટીને અસર પહોંચી છે અને નવી સિઝન પણ થોડી લેઈટ થઈ છે.