કેન્દ્ર સરકારે ધંઉનુ ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત વેચાલ કરવાની જાહેરાત કર્યા બાદ ભજાર સતત તુટી રહ્યા છે અને આજે ત્રીજા દિવસે ભાવમાં રૂ.૫૦નો પટાડો થયો હતો. આ સાથે પઉંનાં ભાવ રૂ.૧૦૦થી ૧૨૦ તુટી ગયા છે. સરકાર દ્વારા હજી પહેલી ઓગસ્ટથી વેચાણ ચાલુ કરવામાં આવશે, પરંતુ અત્યારે ગભરાટભરી વેચવાલી આવતા બજારમાં ઘટાડો આવ્યો હતો.
અમદાવાદ 17 મિલોના ભાવ રૂ.૨૬૮૦, ભરોડાનાં રૂ.૨૭૦૦, સુરતમાં રૂ.૨૭૩૦ અને નિલકંઠ ખરીદીમાં નહોંતું. ભાવ આઈટીસીના હિંમતનગર રુ.૨૭૮૦ અને કડીમાં રુ.૨૦ વધારે હતાં.
ઘઉંનાં ભાવમાં ઓપન માર્કેટ સેલ સ્કીમની જાહેરાત બાદ ક્વિન્ટલે રૂ.૧૦૦થી ૧૨૦નો ઘટાડો
માર્કેટ યાર્ડમા આવકો અને ભાવ
રાજકોટમાં ધંઉની ૧૧૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૧૫થી ૫૨૫, એવરેજ રૂ.૫૩૦ થી ૫૪૦, સારા માલમાં રુ.૫૪૦ થી ૫૬૯ હતા.ગોંડલ યાર્ડમાં ૧૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવના રુ.૫૧૨ થી ૫૯૪ અને ધંઉ ટુકડામાં રુ.૫૧૦ થી ૬૦૦ હતા.
હિંમતનગરમાં ૨૦૦ ગુણીની આવક હતી. ભાવ મિલબરમાં રૂ. ૫૦૦ થી ૫૧૦, મિડીયમ ક્વોલિટીમાં રુ.૫૧૦ થી ૫૫૦ અને સારી ક્વોલિટીમા રુ.૬૧૦ થી ૬૨૦ હતા.
વૈશ્વિક ધંઉની બજાર
વૈશ્વિક ધંઉની બજારમાં ધટાડાની ચાલ હતી. બેન્ચમાકૅ શિકાગો ધંઉ વાયદો આઠ સેન્ટ ધટીને ૫.૬૨ ડોલર ની સપાટી પર બંધ રહ્યો હતો , ધંઉ વાયદો સપ્તાહ દરમિયાન ૫ ટકા ઘટયો હતો.