ધંઉ ની બજારમાં ભાવ વધુ રુ. ૨૦ વધ્યાં હતા.મિલ ક્વોલિટીમા ધંઉની ઓછી આવક અને સામે ફ્લોર મિલોની ડિમાન્ડ સારી હોવાથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. પઉંની ભજારમાં સરકાર દ્વારા ટેન્ડર હવે આ આખો મહિનો આવે તેવા સંજોગો નથી અને દિલ્હી ઘઉં એકવાર રૂ.3000 થાય પછી જ સરકાર ટેન્ડર લાવશે તેવી ચર્ચાઓ બજારમાં થવા લાગી છે.
સારી ક્વોલિટીનાં ઘઉંની આવકો ઓછી હોવાથી બજારમાં મજબૂતાઈનો માહોલ
ધંઉની બજારમાં આગામી દિવસોમાં હવે લેવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે. અમદાવાદની મિલોના ભાવ રૂ.૨૮૩૦, બરોડા ના રુ.૨૮૬૦, સુરતમાં રુ.૨૮૯૦, અને નિલકંઠ રુ.૨૭૮૦ હતા જ્યારે આઈટીસી લેવાલ નહોતું.
માર્કેટ યાર્ડોની આવકો અને ભાવ
રાજકોટમાં ઘઉંની ૧૦૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૧૫થી ૫૭૦, એવરેજ રૂ.૫૩૦ થી ૫૫૦, સારા માલમાં રુ.૫૫૫ થી રુ.૫૮૦ હતા.
ગોંડલ માં ધંઉ ની ૧૧૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૩૪થી ૫૯૨ અને ટૂંકડામાં રૂ.૫૧૮થી ૬૧૮ના ભાવ હતા.
હિંમતનગરમાં ૨૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલ ક્વોલિટીમાં ३.૫૩૦ મિડીયમમાં રુ.૫૫૦થી ૬૦૦ અને સારી ક્વોલિટીનાં રૂ.૬૨૦ સુધીના હતા.
વિદેશ વર્તમાન:
વૈશ્વિક ઘઉંની બજારમાં સુધારો જોવા મળ્યો હતો. બૅન્ચમાર્ક શિકાગો થઉં વાયદો નવ સેન્ટ વધીને ૫.૪૭ ડોલર ની સપાટી પર બંધ રહ્યો હતો.આ સપ્તાહમાં ભાવ ડોઢ ટકા વધ્યા હતા.