ધંઉની બજાર કેવી રહેશે જાણો
ઘઉંમાં તેજીને બ્રેક લાગીને ભાવમાં ઘટાડો થયો હતો. ઘઉંમાં સરકાર દ્વારા તહેવારો બાદ ટેન્ડરો બહાર પાડવામાં આવે તેવી શક્યતા અને લોકલમા પણ ઉંચા ભાવથી ધરાકી અટકી હોવાથી ધંઉના ભાવ ટેમ્પરરી રુ.૧૦ થી ૨૦ આજે ધટયા હતાં.
ધંઉના વેપારીઓ જણાવી રહ્યા છે કે દરેક સેન્ટરમાં ધંઉના ભાવ તાજેતરમાં ક્વિન્ટલે રુ.૫૦ જેવા વધી ગયાં છે અને વેચવાલીનું પ્રેશર પણ નથી. આગામી દિવસોમાં ધંઉની બજારમાં વેચવાલી આવશે તો ધંઉમાં હજુ ધટાડો થાય તેવી શક્યતા છે. એ સિવાય કોઈ મોટી મંદી દેખાતી નથી. સરકાર ટેન્ડર બહાર ન પાડે ત્યાં સુધી બજારો બધે તેવી ધારણા છે.
અમદાવાદ મિલોના ભાવ રૂ.૨૮૬૦-૭૦, બરોડા ના રુ.૨૮૯૦, સુરતમાં રુ.૨૯૪૦ અને નિલકંઠ રુ.૨૮૪૦ હતા.જયારે આઈટીસી લેવલ નહોતું.
માર્કેટ યાર્ડોની આવકો અને ભાવ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ધંઉની ૧૧૦૦ બોરીની આવકો હતી.અને ભાવ મિલબરના રુ.૫૪૦ થી ૫૪૫, એવરેજ રુ.૫૪૫ થી ૫૬૦,સારા માલના રુ.૫૬૦ થી ૫૯૦ ના હતાં.
ગોંડલમાં ધંઉની ૧૯૦૦ બોરીની આવકો થય હતી. અને ભાવ લોકવના રુ.૫૪૦ થી ૫૮૮ અને ધંઉ ટુકડામાં રુ.૫૨૬ થી ૬૦૮ ના હતાં.
હિંમતનગરમાં ૨૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલ ક્વોલિટીમાં રૂ.૫૩૫, મિડીયમમાં રૂ.૫૫૦થી ૫૯૦ અને સારી ક્વોલિટી ના રુ.૬૪૦ સુધી હતાં.
વૈશ્વિક ઘઉંની બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૨.૫૬ સેન્ટ ઘટીને ૫.૨૬ ડોલરની સપાટી પર બંધ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન ભાવ ૨.૨૪ ટકા જેવા ઘટયાં હતાં. વૈશ્વિક ઘઉંની બજારમાં સુધારો જોવા મળ્યો હતો. ભેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો પાંચ સેન્ટ વધીને ૫.૪૨ ડોલરની સપાટી પર બંધ રહ્યો હતો. સપ્તાહ રમિયાન ભાવ એક ટકા જેવા વધ્યાં હતાં.