ચણાની બજારમા ભાવ નીચી સપાટી પર ટકેલા રહ્યાં હતા. બજારમાં વેચવાલી ઓછી છે અને લેવાલી ઓછી હોવાથી આજે ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોતી. દિલ્હી ચણા ઘટીને રૂ.૬૫૦૦ ક્વોટ થઈ ગયા હતા. આયાતી ચલાની આવકો સારી હોવાથી તેના ઉપર જ મિલો ચાલી રહી છે. ભારતીય ચણા મોટા ભાગનો સ્ટોક હવે પૂરો થઈ ગઈ છે. આ સંજોગોમાં જો ડિમાન્ડ ચાલુ રહેશે તો આયાતી ચણાના ભાવમાં હવે કોઈ મોટો ઘટાડો દેખાતો નથી.
રાજકોટમાં દેશી ચણાની ૮૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાત મિલ્સ ૩માં રૂ.૧૧૫૦થી ૧૧૯૦, સુપર-૩માં રૂ.૧૧૯૦થી ૧૨૨૫, કાટાવાડામાં રૂ. ૧૧૦૦થી ૧૨૪૦ હતા. કાબુલી ચણામાં ૨૦૦ કદાની આવક હતી અને ભાવ ભીટકીમાં રૂ.૧૧૦૦થી ૧૨૭૦, વીટુમાં રૂ.૧૨૦૦થી ૧૫૫૦, એવરેજ રૂ.૧૨૫૦થી ૧૯૫૦, સુપર રૂ.૨૦૫૦ થી ૨૪૦૦ હતા. રાજકોટમાં ચણાના ભાવ વેરહાઉસ બેઠા રૂ.૬૨૦૦, કોલ્ડના રનિંગ ક્વોલિટીનાં રૂ.૬૩૦૦ અને બેસ્ટ ક્વોલિટી રૂ.૬૪૦૦ના ભાવ હતા.
નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ ३.६६०० અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૬૫૦૦ હતો. ભાવમાં ઘટાડો હતો. રૂ.૨૫નો તાન્ઝાનિયાના આયાતી નવા ચક્કાનાં ભાવ રૂ.૬૦૫૦ હતા. ઓસ્ટ્રેલિયાના ભાવ રૂ.દ૨૦૦ હતા. સુદાન કાબુલીનો ભાવ રૂ.૬૭૦૦ હતા.
હાજર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂ.૬૫૫૦થી ૯૫૭૫, લાતુર મિલ ક્વોલિટીના ભાવ રૂ.૬૪૦૦થી ૬:૫૦૦ હતા. શયપુર દેશીમાં રૂ.૯૭૨૫- ૬૩૫૦ અને મહારાષ્ટ લાઈનનો ભાવ રૂ.૬૪૫૦ ૬૪૭૫ હતા.
ઈન્દોરમાં કાંટાવાળાના રૂ.૬૬૦૦ ભાવ હતાં. ઈન્ડોર કાબુલી ચલાનો ભાવ ૪૨- ૪૪ કાઉન્ટમાં રૂ.૧૩,૪૦૦ હતો. ૫૮-૯૦ કાઉન્ટનો રૂ.૧૧,૨૦૦ ક્વોટ થતો હતો. ભાવમાં સ્થિરતા હતી.