ચણાની બજારમાં મંદીને બ્રેક લાગીને ભાવમાં ક્વિન્ટલે રૂ.૨૫નો સુધારો થયો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, જૂનાગઢ સહિતના સેન્ટરમાં નવા ચણાની આવકો શરૂ થઈ ગઈ છે અને રાજકોટમાં એવરેજ અત્યારે રોજની ૧૦ હજાર કટ્ટાની આવક થાય છે. આગામી દિવસોમાં ચણાની બજારમાં હજી પણ વેચવાલી વધે તેવી ધારણા છે
રાજકોટમાં દેશી ચણાની 10,000 કટ્ટા ની આવક હતી. ભાવ ગુજરાત મિલ્સ ૩માં રૂ.૧૦૩૦થી ૧૦૪૦, હતા. સુપર-૩માં રૂ.૧૦૪૦થી ૧૦૬૦, કાટાવાડામાં રૂ.૧૧૦૦થી ૧૨૫૦ હતા. કાબુલી ચણામાં ૧૪૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ બીટકીમાં રૂ.૧૦૫૦થી ૧૦૮૦, વીટુમાં રૂ.૧૧૫૦થી ૧૩૦૦, કાબુલીમાં ૧૬૦૦ થી ૨૦૭૦ ભાવ હતા.
રાજકોટમાં ચણાના ભાવ નેટ ગોડાઉન ડિલીવરીનો ભાવ ગોડલ રૂ.૫૩૪૦ અને રાજકોટ રૂ.૫૩૫૦ હતા. મિલ કંડીશન અમદાવાદ પહોંચ રૂ.૫૫૭૫થી ૫૬૦૦ હતા. નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૫૯૨૫ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૫૮૨૫ હતો. ભાવમાં રૂ.૨૫નો સુધારો હતો.
તાન્ઝાનિયાનાં આયાતી નવા ચણાનાં ભાવ રૂ.૫૫૫૦ હતા .ઓસ્ટ્રેલિયાના રૂ.૫૬૨૫ હતા. સુદાન કાબુલીનો ભાવ રૂ.૬૨૦૦ હતો. આલોકા મંડીમાં ૧૩ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૫૨૦૦થી ૫૫૦ હતા. હાજર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂ.૫૬૨૫થી ૫૬૫૦, જ્ઞાતુર મિલ ક્વોલિટીના ભાવ રૂ.૫૫૫૦-૫૯૦૦ હતા. રાયપુર મહારાષ્ટ્ર લાઈનના ભાવ રૂ.૫૭૭૫થી ૫૮૦૦ હતા.
ઈન્દોરમાં કાંટાવાળાના નવાના રૂ.૫૭૫૦ ૫૮૦૦ ભાવ હતા. ઈન્ડોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં ३.११,००० હતો. ૫૮ ૬૦ કાઉન્ટનો ભાવ રૂ.૮૫૫૦ ક્વોટ થતો હતો. ભાવમાં રૂ.૧૦૦નો વધારો હતો.