અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનામાં કાતિલ ઠંડીનની આગાહી કરી છે, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કડકડતી ઠંડી પડશે, જયારે 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી અનુભવાશે. જયારે ઉત્તર ગુજરાતમાં 10 થી 8 ડિગ્રી તાપમાન નીચું જશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે.
તો ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી થશે. જાન્યુઆરીમાંના બીજા પખવાડિયામાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન વાદળો આવી શકે છે. ઉત્તરાયણમાં સવારના સમયે સારો પવન રહેશે તો બપોરના સમયે પવન ઘટી શકે છે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં બેંક ટુ બેક પશ્ચિમી વિક્ષોશ આવશે જેના કારણે મકરસંક્રાંતિ સુધી કાતિલ ઠંડી જોવા મળશે, અત્યારે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
૩૧ ડીસેમ્બર થી હવામાન એકદમ ચોખ્ખું રહેવાની સંભાવના છે તો ૧ જાન્યુઆરી થી લધુતમ તાપમાન ૫-૬ ડીગ્રી સેલ્સિયસ નિચુ આવશે જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. સૌથી નીચું તાપમાન નલિયામાં ૫ ડીગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.
જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર વડોદરા પંચમહાલ દાહોદ ડાંગ જેવા વિસ્તારોમાં તાપમાન ૧૦ ડીગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાશે, આગામી દિવસોમાં તમામ વિસ્તારોમાં તાપમાન નીચું આવી શકે છે જ્યારે બપોર દરમિયાન મહત્તમ તાપમાન ઊંચું ગયું હતું તેમાં પણ હવેથી ધટાડો થશે.