જીરૂની બજારમાં હાજર વા૫દા બજારમાં ટૂંકી વપયટે બે તરફી ભાવ અથડાય રહ્યા હતાં. આગામી દિવસોમાં જીરૂની બજારમાં વેચવાલી ઓછી આવશે તો બજારને ટેકો મળે તેથી ધારણા છે. જીરૂની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં પર આગળની બજારનો આધાર રહેલો છે.
જીરૂમાં નિકાસ વેપારો હોવાથી ભાવમાં આજે વધુ રૂ.૨૫થી ૫૨ નો ઘટાડો જ થયો હતો.. જીરૂમાં આગળ ઉપર નિકાસ વેપારો વર્ષે તેવા પરા કોઈ સંજોગો નથી. અત્યારે વિશ્વનાં બાયરો ચાઈના ઉપર આધાર રાખી રહ્યાં છે, પંરતુ ચાઈનાનાં ટ્રેડરો પોતે જ સ્ટોક કરી રહ્યા હોવાથી વિશ્વમાં જીરું ઓછું ઠલવાય રહ્યું છે.
જીરું બેન્ચમાકૅ વાયદો રું. ૧૫ ધટીને રું.૨૬,૬૮૫ ની સપાટી પર બંધ રહ્યો હતો…
હાલ જીરુની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ દેખાતી હતી. ઉંઝા માર્કેટ યાર્ડમાં પણ જીરાના ભાવ ૫૧૦૦₹ સુધી જોવા મળી રહ્યા છે. તેમજ સમગ્ર ગુજરાતમાં ૫૦૦૦₹ સુધી બજારો આવી ગય છે. હાલના તબક્કે બજારમાં મોટી મંદી પણ નહીં આવે ભાવ ૫૦૦૦₹ આસપાસ ટકેલા રહેશે.