જીરૂની મોટી આવકો હોવા છત્તા જીરૂની ભજારમાં ભાવમાં રૂ.૫૦થી ૧૦૦ની તેજી પ્રતિ ૨૦ કિલો આવી હતી. ઉંઝામાં જીરૂની ૧૮ બોરીની હતી, જે ચાલુ મહિનાની સૌથી વધુ એક દિવસીય આવક હતી. ખેડૂતો હવે થોડા ભાવ વધ્યાં હોવાથી વેચવાલ બન્યા છે, ખાસ કરીને રાજસ્થાનના ખેડૂતો અને સ્ટોકિસ્ટોનો થોડો માલ બજારમાં આવી રહ્યો છે. જેને કારણે આવકો વધારે છે. હજી ખેડૂતો પાસે મોટો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે. જો ભાવ વધુ વધશે તો બજારમાં વેચવાલી વધે તેવી સંભાવના છે.
વેપારીઓ કહે છેકે જીરૂમાં થોડા ગલ્ફ અને બીજા દેશોનાં નિકાસ વેપારીઓ નિકળ્યા છે.જેને પગલે બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં જીરૂમાં જો નિકાસ વેપાર ચાલુ રહેશે તો વાયદો ૨૭ હજારની સપાટીને પાર કરી જાય તેવી પારણાં છે. જીરૂના સિંગાપોર ક્વોલિટી ના નિકાસ ભાવ વધીને ૬૦૦૦ સુધી જય શકે છે .
ભાવ વધશે તો મોટી વેચવાલી આવી શકે છે જીરું વાયદો બેનચમાકૅ ઓક્ટોબર વાયદો રૂ.૨૪૫ વધીને રુ.૨૬૪૧૫ ની સપાટી પર બંધ રહ્યો હતો. આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના ૫૯૦૦ ભાવ બોલાયા હતા. તમામ માર્કેટ યાર્ડમાં જીરુંમાં તેજી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વેચવાલી સારા આવશે તો ભાવ ટકેલા રહેશે.