જીરુંની બજારમાં ભાવ આજે સ્ટેબલથી મજબૂત હતા. ગોંડલ જેવા પીઠાઓમાં મણે રૂ.૨૫નો સુધારો હતો. ઉંઝામાં ૪૦ હજાર બોરી સહિત સમગ્ર ગુજરાતમાં ૯0 હજાર બોરીની આવકો નોધાય હતી . જીરુંની બજારમાં ખેડૂતો અત્યારે વેચવાલ છે અને બજારમાં આવકનું પ્રેશર હજું પણ વધશે . આગામી દિવસોમાં જીરુંમાં નિકાસકારો ની લેવાલી આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે હાલ ફોરવર્ડ વેપારો હોવાથી અને સામે નિચા ભાવથી આગળ ઉપર સ્ટોકિટો પણ આવે તેવી ધારણાએ બજારો ધટતી અટકી છે.
વેપારીઓ જણાવી રહ્યા છે કે જીરૂની બજારમાં હોળી પહેલા આવકનું પ્રેશર વધશે અને ભાવમાં ગમે ત્યારે રૂ.૫૦થી ૧૦૦ની મંદી આવી શકે છે. ચાઈના ઉંચા ભાવથી લેવાલ નથી અને અગાઉના સોદામાં તેમને મોટી નુકસાની હોવાથી હાલ નવો જીરૂની ખરીદી માટે વેઈટ એન્ડ વોચની ની સ્થિતિ છે.
બેન્ચમાર્ક જીરૂ વાયદો રૂ.૧૨૫ વધીને રૂ.૨૧,૪૬૦ સપાટી પર બંધ રહ્યો હતો.
નવા જીરુંની રાજકોટમા ૧૦૦૦૦બોરી જામજોધપુર મા બોરી ગોંડલમાં ૫૦૦૦ બોરી, બોટાદ મા ૪૮૦૦ બોરી, જસદણમાં ૧૦,૦૦૦, હળવદમાં ૧૨૦૦૦ બોરી, જામનગરમાં ૨૪૦૦, વાંકાનેરમાં ૨૫૦૦ અને ઉત્તર ગુજરાતમાં ૯૦૦ બોરી તેમજ કચ્છમાં ૧૦૦૦ બોરીની આવક હતી. આ સિવાયના સેન્ટરમાં ૩૦૦૦ ભોરીની આવક થઈ હતી. ઓલ ગુજરાત ૯૦થી ૯૫ હજાર બોરીની વચ્ચે આવક થઈ હોવાનો અંદાજ છે.
ઊંઝામાં જીરુંમાં તેજી જોવા મળી રહી છે આ સપ્તાહમાં જીરુંના ભાવ ૫૩૦૦ આસપાસ ટકેલાં રહેવાની સંભાવના છે, સાથે આવકો વધતાં બજારમાં વધ-ધટ પણ જોવા મળશે પરંતુ મોટી મંદીનો દોર નહીં જોવાં મળે, સાથે આ વર્ષ જીરુંની બજાર ઉંચામાં ૬૦૦૦ સુધી પહોંચવાની સંભાવના છે.