છેલ્લા લગભગ બે સપ્તાહથી જીરા બજારમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઇ રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન જીરાના વાયદામાં રૂ.25 હજારથી નીચેની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો. હાજર બજારમાં પણ થોડા દિવસોમાં જ રૂ.100 સુધીનો ઘટાડો નોંધાયો છે. હાલની સ્થિતિએ રૂ.4500થી રૂ.4800ની સપાટીની વચ્ચે જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ઉંઝામાં જીરાની આવક સરેરાશ 9 હજાર બોરી આસપાસ આવી રહી છે. જોકે, સ્ટોકિસ્ટની વેચવાલી પણ વધારે હોવાથી કુલ વેચવાલીનો આંકડો 15 હજાર બોરી સુધી પહોંચી જાય છે.
ગત સિઝનની સરખામણીએ જીરાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જોકે, ગત સિઝનમાં વધારે ઉત્પાદન થયુ હોવાથી અત્યારે ઓફ-સિઝનમાં પણ વેચવાલી વધારે જોવા મળી રહી છે. આ કારણે જીરા બજારનું મોમેન્ટમ તેજી તરફી બની શકતુ નથી. જીરા બજારના હાલના મોમેન્ટમની વિગતવાર ચર્ચા કરતો વીડિયો એગ્રીસાયન્સની યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યો છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના બજાર ૪૫૦૦ થી ૫૦૦૦ વચ્ચે જોવા મળી રહ્યા છે. નિકાસ ભાવમાં પણ ઘટાડો આવો છે. નવી સિઝનમાં જીરુંની બજારમાં કોઈ મોટી તેજી જોવા મળી રહે તેવી શક્યતા નથી દેખાતી, હાજરમાં વધ-ધટ બજાર ચાલી રહી છે તે મુજબ ડીસેમ્બર મહિનામાં બજાર જોવા મળશે સાથે ભાવ ૫૦૦૦ આસપાસ સ્ટેબલ જોવા મળશે, નવી સિઝનમાં જીરુંનું ઉત્પાદન કેવું આવે છે અને નિકાસની માંગ કેવી રહેશે તેનાં પર બજારનો આધાર રહેલો છે.