જીરૂની બજારમાં આજે આવો વધીને સમગ્ર ગુજરાતમાં ૫૦ હજાર બોરીની થઈ હતી, જેમાં ઊંઝામાં આવકો ૨૨ હજાર બોરીની જોવા મળી હતી, ઊંઝામાં જે આવકો થાય છે તે બીજા સેન્ટરોમાં થી અને ખેડૂતો ની મિશ્ર હોય છે.જીરૂની બજારમાં નીચા ભાવથી ફેવાથી થોડી હોવાથી બજારમાં મી રૂ.૫૦ વમાં હતાં. જીરૂના વેપારીઓ કહે છેકે વર્તમાન સમયમાં બજારી એવરેજ રૂ.૧૦૦થી ૨૦૦ જેથી વધી ગઈ છે. હવે તેજી આવે તો પણ રૂ.૧૦૦થી ૧૫૦ની આવી શકે છે, પરંતુ બહુ મોટી તેજી હાલ દેખાતી નથી. આગામી સપ્તાહે ફીશની વાર્ષિક મિટીંગમાં પાકના અંદાજો આવશે અને તેના ઉપર એક સપ્તાહ પાત્ર બજારો માળશે. એવરેજ પરની બજારમાં નિકાસ વૈષાર કેવા થાય છે. તેના ઉપર આગળની બજારો ચાલશે. બેન્ચમાર્ક જીરૂ વાયદો રૂ.૪૫ ઘટીને રૂ.૨૧,૨૦૦ની સપાટી પર બંધ રહ્યો હતો.
જીરાના ભાવમાં સરેરાશ રૂ.3900થી રૂ.4100ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે. સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં જીરાની સૌથી વધુ આવક નોંધાતી હોય છે અને આ બે મહિના દરમિયાન જ જીરાની સૌથી વધુ માંગ પણ ખુલે છે. નવી સિઝનમાં જીરાનું ઉત્પાદન સારૂ થશે એવા વેપારી અંદાજે રજુ થઇ રહ્યા છે. આ કારણે હાલની સ્થિતિ તેજીનો અભાવ છે. જોકે, આગામી સમયમાં ખેડૂતોની વેચવાલી કયા ભાવે અટકે છે એ પરિબળની અસર બજાર ઉપર સૌથી વધુ જોવા મળશે એવુ વેપારીઓ જણાવી રહ્યા છે.
નવા જીરાની આવકોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન ગુજરાતભરમાં દૈનિક સરેરાશ 90 હજાર બોરી જીરાની આવક થતી જોવા મળી છે. જેમાં ઉંઝામાં સૌથી વધુ 40 હજાર બોરી આસપાસ દૈનિક જીરાની આવક થઇ રહી છે. આ ઉપરાંત ગોંડલ, રાજકોટ, હળવદ સહિતના યાર્ડોમાં પણ સારા એવા પ્રમાણમાં જીરાની આવક થઇ રહી છે.
ઊંઝામાં જીરુંમાં સુધારો જોવા મળી રહ્યો છે ભાવ ૫૫૦૦ ઉપર વધ-ધટ ચાલી રહ્યા છે, ઊંઝામાં જીરુંની બજારમાં મંદીનો માહોલ દેખાતો નથી , બજાર ૫૦૦૦ ઉપર રહેવાની સંભાવના છે પરંતુ ૬૦૦૦ ઉપર બજાર જાય તેવી શક્યતા દેખાઈ રહી નથી.