જીરુંની બજારમાં ભાવ સ્ટબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોંતી. આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.આ વર્ષ જીરુંનું વાવેતર શરૂ થઈ ગયું છે એમાં પણ વાવેતર ઓછુ થવાની શક્યતા રહે છે જેના કારણે ગુજરાતમાં ઉત્પાદન ઓછું આવશે, બીજી તરફ ડિમાન્ડ વૈશ્વિક લેવલે વધું છે નિકાસ ઓછી થઈ રહી છે એટલે 2025 માં તેજી આવવાની શક્યતા છે.
જીરા બજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઇ છે. સતત ઘટાડા બાદ નીચેના સ્તરેથી લેવાલી વધતા ભાવમાં પણ સુધારો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં જીરાના ભાવમાં પ્રતિ મણ સરેરાશ રૂ.70નો વધારો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.4600થી રૂ.5000ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે. એક્સપોર્ટના ભાવ પણ વધીને રૂ.4900ની સપાટીએ પહોંચ્યા છે.જયારે ઉંઝા માર્કેટ યાર્ડમાં 5000 થી 5500 વચ્ચે વધ-ધટ બજાર ચાલું રહેવાની સંભાવના છે.
હાલની સ્થિતિએ ઉંઝામાં દૈનિક સરેરાશ 10 હજાર બોરી જીરાની આવક થઇ રહી છે. દિવાળી પહેલા જીરાની આવક વધીને 15 હજાર બોરીની સપાટીની આસપાસ પહોંચી હતી. જોકે, આ બાદ ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની વેચવાલી અટકી છે. આ કારણે નીચેના સ્તરેથી જીરાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. જીરાની માંગ એક સ્તરે જળવાયેલી છે. જીરાની વેચવાલી વધે છે ત્યારે ભાવ ઘટે છે અને વેચવાલી ઘટે છે ત્યારે ભાવ વધે છે.
હાલ જીરું વાયદો 25,070 ની સપાટીએ વધ-ધટ સાથે ટકેલો છે વૈશ્વિક લેવલે જીરુંમાં સુધારો આવવાની શક્યતા છે જેના કારણે આગામી ડિસેમ્બરમાં થોડી તેજી આવશે બાકી ભાવ 2025 માં 6000 ની સપાટી વટાવી જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.