જીરુંની બજાર
જીરા અને વરીયાળીમાં આ સપ્તાહ દરમિયાન સતત મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે. જીરામાં મિડિટમ ક્વોલિટી માલના ભાવ રૂ.5 હજારથી નીચેની સપાટીએ પહોંચી ગયા છે. આ સ્થિતિમાં બોલ્ડ દાણો હોય અને સુકો માલ હોય એવા જીરામાં નીચેના સ્તરેથી થોડી લેવાલી જોવા મળી છે સિઝન આગળ હોવાથી સ્થાનિક સ્તરે સારા માલની લેવાલી છે.
બાંગ્લાદેશની સ્થિતિની સીધી અસર જીરાના વૈશ્વિક વેપાર ઉપર થઇ રહી છે. અત્યાર સુધી જોઇએ તો જીરાની નિકાસ સારી રહી છે. જોકે, હવે પછીનો સમય મહત્વનો સાબિત થઇ શકે છે. ખેડૂતોની વેચવાલી કયા ભાવે વધુ જોવા મળે છે એ પરિબળ બજારની ઉપર ટુંકાગાળા માટે સૌથી વધુ અસર કરશે. અઢી મહિના પછી નવા જીરાના વાવેતરની સિઝન શરૂ થશે. વાવેતરમાં કેવી વધઘટ રહે છે એ પરિબળ પણ એ સમયે બજાર માટે મહત્વનું સાબિત થઇ શકે છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં અત્યારે બજાર ૫૦૦૦ આસપાસ જોવા મળી રહી છે આગળ ઉપર કોઈ મોટી તેજી જોવા નહીં મળે પરંતુ આગામી સિઝન પહેલા જીરાના ભાવમાં વધારો આવી શકે છે દિવાળી ઉપર. ચીન સિરિયા જેવા દેશોમાં આ વર્ષ જીરુંનું ઉત્પાદન વધું થયું છે જેના કારણે જીરાની માંગ ઓછી છે નિકાસ પણ આ વર્ષ ઓછી આવી રહી છે જેના કારણે અત્યારે જીરું ના ભાવ ૫૦૦૦ જોવા મળી રહ્યા છે.
વરીયાળી ની બજાર
વરીયાળીના ભાવ ઘટીને સરેરાશ રૂ.1100 રૂપિયાની સપાટીની આસપાસ આવી ગયા છે. સારી ગુણવત્તામાં રૂ.1400 સુધીના ભાવ પણ જોવા મળે છે. સરેરાશ વેપાર રૂ.1050થી રૂ.1250ની સપાટીની આસપાસ થઇ રહ્યો છે. નીચા ભાવે સ્ટોકિસ્ટની લેવાલીના કારણે બજારને ટેકો મળ્યો છે. જોકે, ગત સિઝનમાં રૂ.4 હજારની સપાટીને જોતા હાલના ભાવ ખુબ જ નીચા હોવાથી હવે નવી સિઝનમાં વરીયાળીનું વાવેતર કેવુ થશે એ બાબતે પણ પ્રશ્નાર્થ છે.