જીરા બજારમાં સતત મંદી બાદ નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઇ છે. આ સપ્તાહના પ્રથમ બે દિવસ દરમિયાન જીરાના ભાવમાં પ્રતિ મણ રૂ.150 સુધીનો વધારો જોવા મળ્યો છે. મંગળવારે સવારે આ લખાય છે ત્યારે ગુજરાતભરમાં અંદાજે 25 હજાર બોરી જીરાની આવક થઇ હોવાનો અંદાજ છે. જેમાં ઉંઝામાં અંદાજે 16 હજાર બોરીની આવક થઇ હોવાની માહિતી મળી રહી છે.
છેલ્લા એક મહિનાથી જીરાના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. આ કારણે દૈનિક ધોરણે આવકોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આવક ઓછી થઇ હોવા છતાં સ્થાનિક ધોરણે અને નિકાસની માંગ ઓછી હોવાથી લેવાલી પણ ઓછી થઇ રહી હતી. જોકે, આ સપ્તાહ દરમિયાન સ્થિતિમાં થોડોક સુધારો જોવા મળ્યો છે.
ઊંઝામાં જીરુંના 5600 ભાવ આજે નોંધાયો હતો અને આગામી દિવસોમાં જીરાના ભાવ હજુ પણ વધી શકે છે અન્ય માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવમાં પણ સુધારો આવ્યો હતો, ચોમાસા પહેલા જીરાના ભાવ 5000 આસપાસ રહેવાની સંભાવના છે.