જીરૂની બજારમાં આજે દિવસની શરૂઆત પોઝિટીવ હતી અને હાજર બજારમાં ભાવ રૂ.૨૫થી ૫૦ વધ્યા હતાં પરંતુ બપોર બાદ વાયદામાં ઘટાડાને પગલે નિકાસ ભાવમાં પણ સાંજે રૂ.૨૫નો ઘટાડો થયો હતો.
જીરું માર્ચ વાયદો રૂ.૩૪૫ ધટીને રૂ.૨૦૮૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો. વાયદાએ ૨૧ હજારની સપાટી તોડી હોવાથી હવે ટૂંકમાં ૨૦ હજારનું લેવલ આવી જાય તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.
જીરૂના વેપારીઓ કહે છેકે જીરૂમાં અત્યારે નિકાસ માંગ બહુ ઓછી છે. ચાઈના-વિદ્યુતામમાં લુનારની રજાઓ પૂરી થયા બાદ હવે નવેસરથી જો ક્યાંય માર્ગ આવે અને આ આવે તો બજારને ટેકો મળી શકે છે, પરંતુ હાલ ઉંચા ભાવથી કોઈ બાયરો લેવા તૈયાર નથી.
જીરૂનો પાક સારો છે અને અત્યાર સુધી એક પણ વિસ્તારમાં કોઈ મોટી ફરીયાદો નથી. અમુક વિસ્તારમાં પીળીયાનો રોગ આવ્યો હોવાની ફરીયાદો છે. જીરૂના પાક માટે આગામી એક મહિનાનું વાતાવરણ ખુબજ અગત્યનું સાબિત થશે. જો વાતાવરણ સાથ આપે તો જ ગયા વર્ષ ની જેટલો પાક થશે તેવી શક્યતા છે.
જીરા બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડીયા દરમિયાન જ જીરાના ભાવમાં પ્રતિ મણ સરેરાશ રૂ.150નો ઘટાડો નોંધાયો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિ મણ રૂ.4100થી રૂ.4400ની સપાટીની વચ્ચે ભાવ મળી રહ્યા છે. મહત્તમ વેપાર રૂ.4300ની સપાટીએ થઇ રહ્યા છે. સિંગાપુર ક્વોલિટી નિકાસના ભાવ પણ રૂ.4200ની સપાટીએ આવી ગયા છે.
જીરાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવા છતાં ઉંઝામાં દૈનિક સરેરાશ 10 હજાર બોરીની વેચવાલી જોવા મળી રહી છે. વર્ષ 2024માં જીરાનું વધારે ઉત્પાદન થયુ હોવાથી હાલની સ્થિતિએ ઓફ-સિઝન હોવા છતાં સારા એવા પ્રમાણમાં જીરાની આવક થઇ રહી છે. હવે થોડા દિવસોમાં નવા જીરાની આવક શરૂ થશે. નવી આવક શરૂ થાય એ પહેલા જ બજારમાં મોટી મંદી જોવા મળી છે.