જીરુની બજારમાં સતત ધટાડાનો દોર
છેલ્લા એક સપ્તાહથી જીરાના ભાવમાં ઉંચા સ્તરેથી ઘટાડો થતો જોવા મળ્યો છે. થોડા દિવસો પહેલા રૂ.30 હજારની સપાટીએ પહોંચેલા જીરાના વાયદામાં હાલ રૂ.28700ની સપાટી જોવા મળી છે. હાજર બજારની વાત કરીએ તો હાલની સ્થિતિએ ઉંઝામાં દૈનિક સરેરાશ 12 હજારથી 15 હજાર બોરી જીરાની આવક થઇ રહી છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.5000થી રૂ.5600 સુધીના ભાવ મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જીરાના ભાવમાં પ્રતિ મણ સરેરાશ રૂ.100 સુધીનો ઘટાડો નોંધાયો છે.
વરસાદ માહોલના કારણે છેલ્લા ત્રણેક દિવસોથી જીરાની આવકોમાં ઘટાડો નોંધાયો છે. હવે થોડા દિવસોમાં ચીન, સિરીયા અને તુર્કી સહિતના દેશોમાં જીરાનો પાક કેવો છે એ બાબત સ્પષ્ટ થશે. આ પરિબળની સીધી અસર નિકાસના વેપાર ઉપર થઇ શકે છે. ગત સિઝનમાં ચીન દ્વારા ભારતમાંથી જીરાની ખરીદી સારા એવા પ્રમાણમાં થઇ હતી. આ સિઝનમાં ચીનમાં જો ઉત્પાદન વધારે થશે તો નિકાસના વેપારને અસર થઇ શકે છે.
જીરુની બજાર કેવી રહેશે જાણો
આગામી જુલાઇ માસમાં પણ જીરાના ભાવમાં મોટી તેજી થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી, જીરાના ભાવ ૫૦૦૦-૬૦૦૦ વચ્ચે જોવા મળે તેવી શક્યતા છે થોડી તેજી આવશે પરંતુ જો નિકાસ વેપારીઓ વધશે અને ચાઈનાનો ક્રોપ ઓછો આવે તો બાકી જીરુંમાં તેજી થાય તેવા સંજોગો નથી.
બેન્ચ માર્ગ જીરુ વાયદો રૂપિયા 23,500 ની સપાટી પર બંધ થયો જેમાં રૂપિયા 100 નો ઘટાડો જોવા મળ્યો. અત્યારે માત્ર થોડા પ્રમાણમાં જ જીરુંના નિકાસ વેપાર થઈ રહ્યા છે પરંતુ તેની વધારે માંગ જોવા મળી રહી નથી. અને હવે આવનારા સમયમાં જીરુની માંગ કેવી રહેશે તેનાં પર બજારનો આધાર રહેલો છે.મસાલા કંપનીઓ કયા ભાવમાં લેવા ની ખરીદી કરે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.