જીરું વાયદામાં ધટાડાને બ્રેક લાગી હતી, પરંતુ હાજરમાં વેપારો ને હોવાથી ભાવમાં રૂ.૫૦નો ઘટાડો થયો હતો. જીરૂની બજારમાં નિકાસ વેપારો ખાસ દેખાતા નથી, પંરતુ વેપારીઓ કહે છેકે આગામી સપ્તાહથી નિકાસ વેપારો આવે તેવી ધારણા છે.
બેન્ચૅમાકૅ જીરું વાયદો રૂ.૧૦ વધીને રૂ.૨૩૮૧૦ ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરું વાયદામાં ડીસેમ્બરની એક્સપાયરી નજીક આવશે તેમ વાયદામાં બે તરફી મુવમેન્ટ આવી શકે છે. ૧૫ મી ડીસેમ્બર બાદ જીરું ના વાવેતર નું ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેવી શક્યતા છે.અને જીરુંની બજારમાં તેજી-મંદી માટે હવે વાવેતર મહત્વ ની ભુમીકા ભજવશે.
બજારના સટોડિયા પણ વાવેતર ની જ રાહ જોય રહ્યા છે જો વાવેતરમાં ઘટાડો આવશે તો જીરામાં ડીસેમ્બર ના અંતમાકે જાન્યુઆરી ની શરૂઆતમાં એક વચગાળાની તેજી આવે તેવી સંભાવના દેખાય રહી છે.
અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં દરરોજ ૧૦ હજાર આસપાસ બોરીની આવકો સામે આવી રહીં છે જ્યારે સરેરાશ ભાવ ઘટીને ૪૯૦૦ સુધી પહોંચવા આવ્યા છે , ડીસેમ્બરમાં મોટી તેજી આવશે તેવી શક્યતા દેખાઈ રહી નથી. બાકી આ ૨૦૨૫ ના વર્ષ દરમ્યાન ઉત્પાદન ઓછું રહેશે તો તેજી આવશે અને સાથે નિકાસ વધશે તો તેજી ની સંભાવના છે.