ચાઈનાનો નવો કોપ બહુ મોટો હોવાની ચર્ચો ચાલી રહી છે. ગીતની ની ની માતા ભજારમાં નાળીયેર જેવો છે. જુલાઈ મહિનામાં જ ચાઈનાનાં કોપનું પીકચર ક્લીયર થાય તેવી ધારણા છે. જીરૂનાં ભાવ અત્યારે ચાઈના ભારત કરતાં 300થી ૫૦૦ ડોલર સુધી નીચા બોલે છે, પરંતુ કોઈ આયાત વેપારો થતા નથી.
જીરૂની ભજારમાં આગામી દિવસોમાં ભારતીય ભાવ પણ ઘટશે અને અત્યારે સિંગાપોર ક્વોલિટીનો નિકાસ ભાવ રૂ.૫૭૦૦ની ઉપર છે, જે પેટીને રૂ.૫૫૦૦ સુધી આવી જાય તેવી ધારણાં છે. જો વેચવાલી સારી રહેશે તો જીરૂમાં ભાવ નીચા આવી શકે છે.
જીરૂમાં જે રીતે છેલ્લા ત્રણ મહિના નિકાસ વેપારો થયા એ મુજબની નિકાસ હવે જૂનમાં ન થાય તેવી ધારણાં છે. જીરૂની વેચવાલી પણ વરસાદ આવ્યાં બાદ ઘટી જાય તેવી ધારણાં છે.
બેન્ચમાર્ક વાયદો રૂ.૨૭૫ વધીને રૂ.૨૮૬૪૦ની સપાટી પર બંધ રહ્યો હતો.
જીરુંમાં ૧૦ દિવસથી તેજી આવી હતી, મુસ્લિમ દેશોની લેવાલી વધતાં ભાવ ૬૦૦૦ ઉપર ગયા હતા પરંતુ ફરી જીરુંમાં ધટાડાનો દોર ચાલુ થયો છે હાલ બજાર વધ-ધટ સાથે ટકેલી છે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંની ૨૦ હજાર બોરી ની આવક થય રહી છે સામે ભાવ ૬૦૦૦-૬૫૦૦ વચ્ચે ટકેલા જોવાં મળી રહ્યા છે.
આગામી જૂન મહિનાની વાત કરીએ તો જીરુંમાં કોઈ મોટી મુવમેન્ટ દેખાય રહી નથી બજાર ૫૫૦૦- ૬૫૦૦ વચ્ચે ટકેલી રહેશે અને વેપારો ઓછાં આવે તેવી શક્યતા છે ચીનની નિકાસ શરું થશે એટલે ભાવમાં થોડી મુવમેન્ટ દેખાય રહી છે સામે ગયાં વર્ષ ની સરખામણીએ આ વર્ષે જીરુની નિકાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે મોટી તેજી આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી.