જીરૂની બજારમાં પાંખી લેવાલીથી બે તરફી ભાવ
જીરુની બજારમાં પાંખી લેવાલી વચ્ચે બે તરફી મુવમેન્ટ જોવા મળી રહી છે જીરુની બજારમાં આગામી દિવસોમાં વાયદામાં સુધારાને પગલે હાજરમાં મજબૂતાઈ હતી અને મણે રુ.૪૦ થી ૫૦ નો વધારો થયો હતો.
વાયદામાં સુધારાને પગલે હાજર બજારમાં પણ મણે રૂ.૫૦નો સુધારો
જીરુંના વેપારીઓ કહે છે કે હાલમાં વેચવાલી ઓછી છે પરંતુ વાયદામાં સટ્ટાકીય સુધારો આવ્યો હોવાથી ભાવમાં સુધારો થયો છે.હાલના તબક્કે જીરુંમાં કોઈ મોટી તેજી -મંદી હાલ દેખાતી નથી. જો આગળ ઉપર ચાઈનાની કોઈ નિકાસ માંગ આવશે તો બજારમાં સુધારાની ધારણા છે, તે સિવાય કોઈ ખાસ તેજી દેખાતી નથી.
ચાઈનામાં નવાં જીરુંની આવકો શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ ભાવ ઉંચા હોવાથી તેની લેવાલી પણ ઓછી છે.જીરુ બેન્ચમાકૅ વાયદો રુ.૧૮૫ વધીને રૂ.૨૮૧૨૫ ની સપાટી ઉપર બંધ રહ્યો હતો.
હાલ જીરુની બજાર ઊંઝા માર્કેટ યાર્ડમાં ૫૦૦૦-૫૫૦૦ વચ્ચે જોવા મળી રહ્યા છે. જો વેચવાલી આવશે તો થોડી તેજી આવશે બાકી જીરુંમાં મોટી તેજી આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી. સમગ્ર માર્કેટ યાર્ડમાં જીરુંના સરેરાશ બજાર ૫૦૦૦ થી ૫૫૦૦ વચ્ચે જોવા મળશે.