જીરુંની બજારમાં મંદીનો યથાવત છે અને આજે વધુ ૨૫ થી ૫૦ નો ઘટાડો થયો હતો. એક પણ સેન્ટરમાં કોઈ મોટી ઘરાકી નથી. જીરૂમાં જેટલા નિકાસ વેપારો છે એટલો માલ મળી રહ્યો છે. ખેડૂતો પાસે હજી પણ ૨૦ લાખ બોરી જીરૂ પડયું હોવાનો અંદાજ છે અને નવી સિઝન સુધીમાં એમાંથી પાંચેક લાખ બોરી વપરાય તેવી ધારણા છે. આ સંજોગોમાં જીરૂનો નવી સિઝનમાં કેરીઓવર સ્ટોક ૧૫થી ૧૮ લાખ બોરીનો થાય તેવી ધારણા વેપારીઓ મુકી રહ્યા છે.
બેન્ચમાર્ક જીરૂ વાયદો રૂ.૯૫ ઘટીને રૂ.૨૩૯૧૦ની બંધ સપાટી જોવા મળી હતી. જીરૂ વાયદાએ ૨૪ હજારની સપાટી તોડી હોવાથી આગામી દિવસોમાં ભાવ હજી નીચા આવશે. જીરૂનો જાન્યુઆરી વાયદો એક્સપાયર થયા બાદ બજારનો લાંબાગાળાનો ટ્રેન્ડ નક્કી થશે.
છેલ્લા ઘણાં સમયથી જીરા બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિ મણ રૂ.4400થી રૂ.4750ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે. ઉંઝામાં દૈનિક 10 હજારથી વધુ બોરીની વેચવાલી થઇ રહી છે. વેચવાલીની સરખામણીએ લેવાલી ઓછી હોવાથી ભાવ ઉપર પ્રેશર અકબંધ રહ્યુ છે. જીરાનું વાવેતર ગત સિઝનની સરખામણીએ ઘટ્યુ છે પણ સરેરાશ વાવેતર વિસ્તાર કરતાં થોડા પ્રમાણમાં વાવેતર વધ્યુ છે.