જીરુંની જુની સિઝનનો વાયદો આજે એક્સપાયર થઈ ગયો હતો અને જીરૂની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે અને છવિ છેછછ આગળની બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે જીરૂની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો નથી, પરંતુ બજારો ભે તરફી અથડાયા કરશે.
જીરૂનો જૂની સિઝનનો વાયદો હવે પૂરો થયો હોવાથી હવે સૌની નજર નવા પાક પર
જીરૂમાં નિકાસ વેપારો થોડા ચાલુ છે, પરંતુ રમજાન મહિનો હવે નજીક આવી રહ્યો હોવાથી જો નિકાસ વેપારો આવશે તો બજારમાં સુધાર આવી શકે છે. બજારા ખેલાડીઓની નજર હવે નિકાસ વેપાર અને નવા કોપની સ્થિતિ ઉપર રહેલો છે.
અત્યાર સુધી જીરૂના પાકની સ્થિતિ ખુબ જ સારી છે અને કોઈ જ મોટી મુવમેન્ટ નથી. આગળ ઉપર જો જીરૂમાં વેપારો સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે. જીરૂ માર્ચ વાયદો. રૂ.૮૦ વધીને રૂ.૨૨,૩૦૫ની સપાટી પર બંધ રહ્યો હતો.
ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના સરેરાશ ભાવ ૪૫૦૦ થી ૫૦૦૦ વચ્ચે જોવા મળી રહ્યો છે ત્યારે હવે નવાં જીરુંની આવકો શરું થાય એટલે ભાવમાં ખાસ કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતા નથી. આ વર્ષ જીરુંનું વાવેતર ઘટયું છે તેની અસર ભાવમાં થય શકે છે સાથે નિકાસ વેપારો એવાં આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે નિષ્ણાતના મતે આ વર્ષ ૬૦૦૦ આસપાસ બજાર રહેવાની સંભાવના છે.