જીરુની બજારમાં તેજી આવી
જીરુની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં, જીરુંમાં નવા નિકાસ વેપારીઓ આવતાં મણે રુ. ૫૦ થી ૭૫ નો વધારો જોવા મળ્યો હતો.
જીરાના વેપારીઓ જણાવી રહ્યા છે કે ચાઈના સાથે જીરૂનાં १० કેન્ટેઈનરના નિકાસ વેપારો થયા છે, જેને કારણે જીરૂની બજારમાં નિકાસકારો લેવા આવ્યા છે અને બજારમાં તેજી આવી છે. જીરૂની આવકો અત્યારે ઉંઝામાં ખૂબ જ સારી થઈ રહી છે પરંતુ નિકાસ વેપારો હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે આગામી દિવસોમાં જો જીરુંમાં નિકાસ વેપારો ચાલુ રહેશે તો જીરુની બજારમાં તેજી થય શકે છે.
જીરુનાં નિકાસ ભાવમાં રૂ.૫૦થી ૭૫નો સુધારો જોવા મળ્યો, હાજરમાં પણ મજબૂતાઈ…
જીરુંમાં ચાઈનાનો ક્રોપ મોટો આવવાની વાત માર્ચ મહિનાથી થય રહી છે અને આગામી મહિનામાં નવાં જીરુંની આવકો ચાઈનામાં શરુ થઇ જશે , આવા સંજોગોમાં જીરુની બજારમાં મોટી તેજી આવશે તેવી શક્યતા નથી.
જીરુંમાં નિકાસકારો અને સટ્ટોડીયા મળી ને પણ કૃત્રિમ તેજી ગત વર્ષે જેવી ન થાય એ માટે પણ બજારમાં કેટલાક બાયર વગૅ સાવચેત બની ગયો છે અને જરીયાત મુજબ જ ખરીદી કરી રહ્યા છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં આવકો ધટીને ૧૦ હજાર બોરી ની નીચે પહોંચી ગય છે અને ભાવમાં વધ-ધટ જોવા મળી રહી છે આ મુજબ ભાવ ટકેલા રહેશે, મોટી તેજી આવશે તેવી શક્યતા ઓછી છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં આજના ભાવ ૬૪૦૦ બોલાયા હતા અન્ય માર્કેટ યાર્ડમાં પણ આજે તેજી જોવા મળી હતી.