જીરૂની બજારમાં ભાવ સતત સુપરી રહ્યા છે. નિકાસ ભાવમાં શનિવારે પણ રૂ.૨૫થી ૫૦નો સુધારો જોવા મળ્યો હતો. ચીનની ભારતીય જીરૂમાં નીચા ભાવથી લેવાલી સારી છે અને આ મહિના દરમિયાન કરૂનાં ૪૦થી ૫૦ કન્ટેઈનરનાં જીરૂનાં નિકાસ વેપારો થઈ શકે છે.
ગુજરાતમાં મસાલાની એક કોન્ફરન્સમાં ચાઈનામાં બમણાં પાકની વાતો મોટા પાપે કરવામાં આવી હતી અને છેક સુધી ચાઈનાનો પાક મોટો છે નેવી વાતો ફેલાવીને બજારો નીચા લાવી હતી, પરંતુ હવે સીઝન અને વર્ષ પુરું થય ગયા બાદ ચાઈના જે રીતે લેવાલ છે એ જોતા ચાઈનાનો પાક ગાત વર્ષની તુલનાએ પણ ઓછો આવ્યો હોય તેથી સંભાવનાં પણ કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
ચાઈના એવડો મોટો દેશ છે અને બધા વિસ્તારમાં જીરૂ પાકતુ નથી. પરીણામે પરિણામે કેટલાક પ્રાંતમાંથી ભારતમાં જીરૂની ખરીદી માટે ડિમાન્ડ નીકળી રહી છે. ફ્રેન્ચમાર્ક જીરૂ વાયદો છેલ્લે રૂ.૨૫,૪૯૦ના લેવા બંધ રહ્યો હતો.
જૂન-જુલાઈમાં આશરે રૂ. 65,000 પ્રતિ ક્વિન્ટલની ટોચે પહોંચ્યા પછી, ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝાની કૃષિ પેદાશ બજાર સમિતિ (APMC) ખાતે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જીરુંના ભાવમાં ઘટાડો શરૂ થયો હતો. તે બીજ મસાલા માટે વિશ્વનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. ઓક્ટોબરના અંતમાં કિંમત ઘટીને રૂ. 50,000 થઈ હતી, પરંતુ જાન્યુઆરી સુધીમાં ઘટીને રૂ. 25,000 થઈ ગઈ હતી. આ વર્ષ જીરુના વાવેતરમાં મોટો કાપ આવશે જેનાં કારણે ઉત્પાદન ઓછું થવાની શક્યતા રહેશે, જેથી નવા જીરું ના ભાવ ૬૦૦૦ ઉપર જવાની સંભાવના છે.