જીરુંમાં ચાલુ સિઝનનો ૫૦ ટકા માલ બજારમાં આવી ગયો હોવાનો અંદાજ છે અને હજી ખેડૂતો પાસે પ૦ ટકા માલ પડયો હોવાથી જેવા ભાવ વધે તેવી ખેડૂતોની વેચવાલી આવે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં જીરૂના ભાવ ઉંચી સપાટીથી રૂ.૫૦થી ૭૦ ઘટી ગયા હતા.
ખેડૂતો પાસે હજી પુષ્કળ માલ હોવાથી ઉંચા ભાવથી જીરૂમાં રૂ.૫૦થી ૭૦નો ધટાડો
જીરૂનાં વેપારીઓ કહે છેકે હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે. ચાઈનાની પંદર દિવસ પહેલા નિકાસ માંગ હતી, પરંતુ હવે નિકાસ વેપારો ન હોવાથી બજારો વધતા અટકી ગયા છે. ચાઈનમાં પાકમાં પોલ હોવાની ચર્ચા છે, પરંતુ આગામી દિવસોમાં જીરૂની નિકાસ માંગ કેવી આવે છે તેનાં ઉપર ચાઈનાના પાકનો સાચો અંદાજ લગાવી શકાય.
જો ચાઈનામાં વધારે માલ હશે તો તે ભારતમાંથી જીરુંની આયાત બંધ કરી દેશે અને જો ઓછો પાક હશે તો ત્યાં ભાવ ઉંચા રહેશે અને ભારતમાંથી આયાત શરું કરે તેવી શકયતા છે હાલ ભારતીય જીરુંના ભાવ કરતાં ચાઈનાના ભાવ ૭૦૦ ડોલર જેટલા ઉંચા છે અને ૩૯૦૦ થી ૪૦૦૦ ડોલર પ્રતિ ટનનો ભાવ બોલાયો હતો. જીરું બેન્ચમાકૅ વાયદો રુ.૫૭૦ ધટીને રુ.૨૭૫૬૫ ની સપાટી પર બંધ રહ્યો હતો.