જીરુની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં.ત્રણ દિવસની રજા બાદ આજે વાયદા બજારો ખુલતા બજારમાં મજબુતાઈ હતી અને મામૂલી સુધારો થયો હતો. બીજી તરફ હાજરમાં પણ મણે રૂ.૫૦થી ૫૫નો વધારો થયો હતો.
જીરુની આવકો ઊંઝામા ઘટીને ૧૦ હજાર બોરી આસપાસ થઈ ગઈ છે. જો આવક હજી પણ ઘટશે તો બજારમાં વધુ ઘટાડાની સંભાવનાં છે. જો જીરૂમાં વેચવાલી વધશે તો બજારો ફરી ઘટી જાય તેવી ધારણા છે. હાલમાં જીરૂમાં નિકાસ વેપારો ખાસ નથી અને જૂન વાયદાની એક્સપાયરી બાદ બજારમાં કેવી મુવમેન્ટ આવે છે તેનાં પર બજારનો આધાર રહેલો છે.
જીરૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજાર નો આધાર રહેલો છે
ચાઇના નો નવો ક્રોપ ચાલુ થઈ ગયો છેઅને તેના નિકાસ શિપમેન્ટ પણ પંદરેક દિવસમાં ચાલુ થઈ જાય તેવી ધારણા હોવાથી ભારતીય જીરૂની માંગ ઘટી જાય તેવી ધારણાં છે. જીરૂ જૂન વાયદો રૂ.૩૦ વધીને રૂ.૨૮૫૫૦નીસ પાટી પર બંધ રહ્યો હતો.
ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના ૬૪૦૦ સુધી બજારો જોવા મળી રહી છે સમગ્ર બજાર ૫૦૦૦ થી ૬૦૦૦ વચ્ચે ચાલી શકે છે હાલ કોઈ મોટી મુવમેન્ટ દેખાય રહી નથી. આ વર્ષ જીરુંના ભાવ ખેડૂતોને ૫ થી ૬ હજાર વચ્ચે મળશે. સાથે ચોમાસાની વાત કરીએ તો નિકાસમાં વધારો થશે અને વિદેશમાં ડિમાન્ડ નીકળતા ભાવમાં તેજી આવશે તેવું અનુમાન છે.