જીરુંમાં મણે રુ 150 નો વધારો
જીરૂની બજારમાં ભાવમાં મજબુતાઈ જોવા મળી હતી અને આગળ ઉપર જો નિકાસ વેપારો આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. આગામી દિવસોમાં જીરૂની બજારમાં વેચવાલી કેવી આવે છે અને ચાઈનાનાં લોકલ ત્યાં જીરૂનાં ભાવ કેવા રહે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
જીરૂનાં વેપારીઓ કહે છેકે હાલના તબકો જીરૂની બજારમાં સરેરાશ ભાવ હજી થોડા વધી શકે છે, પરંતુ બહુ મોટી તેજી દેખાતી નથી. જીરૂમાં નવા નિકાસ વેપારો સારી માત્રામાં નીકળે તો બજારને ટેકો મળશે, કારણ કે હાલ છેલ્લા થોડા સમયથી નિકાસ વેપારો જ અટકી પડ્યાં છે.
જીરૂમાં નિકાસ વેપારો નીકળશે તો બજારને ટેકો મળે તેવી ધારણા …
જીરૂના વાયદામાં સતત ઘટાડા બાદ આજે મામુલી સુધારો થયો હતો. જીરૂ બૅન્મચાર્ક વાયદો રૂ.૬૪૦ વધીને રૂ.૨૬,૭૨૦ની સપાટી પર ભેધ રહ્યો હતો. જો ૨૭ હજારની સપાટી પાર થશે તો આગળ થોડો વધુ સુધારો આવી શકે છે. હજાર બજારો આજે શુક્રવારે થોડા વધે તેવી ધારણાં છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં ૧૦ હજાર નીચે બોરીની આવકો થય છે જ્યારે ભાવ આજે ૫૪૦૦₹ બોલાયા હતા. ગય કાલની તુલનાએ ૨૦૦₹ નો વધારો થયો છે. સરેરાશ બજાર ૫૦૦૦-૫૫૦૦ વચ્ચે ચાલી રહી છે. પરંતુ આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજાર નો આધાર રહેલો છે કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતા દેખાઈ રહી નથી. સાથે ભાવ પણ ૫ હજાર નીચે જાય તેવી શક્યતા પણ નથી એકંદરે બજાર ૫૦૦૦ સુધી રહેશે.