જીરૂની બજારમાં તેજીનો માહોલ યથાવત છે અને સતત બીજા દિવસે રૂ.૯૦૦ પ્લસનો વધારો આવ્યો હોવાથી વાયદો આજે ૨૭ હજારની સપાટીને પાર કરી ગયો હતો. જીરૂમાં આગળ ઉપર વધુ તેજી આવશે તો વેચવાલી વધી જાય તેવી સંભાવના છે. જીરૂમાં ૨૭ હજારની સપાટી ઉપર વાયદો એક્સપાયરી બાદ પણ ટકી રહેશે તો આગળ ઉપર ૨૮-૨૯ હજાર સુધીના ભાવ સામે દેખાય શકે છે.
જીરૂની આવકો આજે સ્ટેબલ હતી, પંરંતુ હાજરમાં મણે રૂ. ૪૦થી ૫૦નો સુધારો હતો. જીરૂમાં બાંગ્લાદેશ અને કેટલાક ગલ્ફનાં દેશોની નિકાસ માંગ ખુલી છે. આ વર્ષે રમજાન મહિના માટે જૂના જીરૂનો જ વપરાશ કરવો પડશે, પરિણામે જીરૂનો સ્ટોક હજી મોટો પડયો હોવા છત્તા નિકાસ વેપાર વધી જાય તેવી ધારણાં છે. જીરૂની તેજી-મંદીનો આધાર બે બાબતો ઉપર રહેલો છે જેમાં એક ચાઈનાથી જીરૂની નિકાસમાં વેચવાલી અને ભારતીય બજારમાં ઓક્ટોબરમાં વરસાદ કેવી પડે છે તેનાં ઉપર જમીનમાં બેજની સ્થિતિ નક્કી થશે.
જીરૂ વાયદો દિવસના અંતે રૂ.૮૯૦ વધીને રૂ.૨૭,૧૮૦ની સપાટી પર બંધ રહ્યો હતો.
જીરુંમાં છેલ્લા 6 દિવસ થી તેજી જોવા મળી રહી છે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ 5500 થી 6000 વચ્ચે ચાલી રહ્યો છે. અન્ય માર્કેટ યાર્ડમાં પણ જીરાના ભાવ 5000 સુધી બોલાય રહ્યા છે. આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે તેના ઉપર સમગ્ર બજાર નો આધાર રહેલો છે.જીરૂમા તેજી યથાવત્ જોવા મળશે અને ભાવ 6000 સુધી જવાની સંભાવના છે.