જીરૂની બજારમાં વેચવાલી સ્ટેબલ હતી. પરંતુ સામે વાયદામાં ઘોડી મુવમેન્ટ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. મંડીઓમાં જીરૂની આવકો સારી છે, પરંતુ વરસાદની આગાહી અને દેશના કેટલાક ભાગમાં વરસાદ ચાલુ હોવાથી અત્યારે કોઈ વધારાનું જીરૂ લેવા તૈયાર નથી. દરેકને જીરૂમાં ભેજ વધી જવાનો ડર. છે, આવી સ્થિતિમાં શારૂની બજારમાં આગળ ઉપર કેવી વેચવાથી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.
જીરૂની બજારમાં આગળ ઉપર નિકાસ વેપારો ઉપર તેજી-મંદીનો આધાર
જીરુના વેપારીઓ કહે છે કે હાજરમાં અત્યારે ઉંઝામાં જ વેચવાલી સરેરાશ ૧૫ હજાર ગુણી આસપાસ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં જો આ આવકો વર્ષ તો બજારો વપવા મુશ્કેલ છે, પરંતુ ચોમાસાની વિદાય બાદ જો આવકો ૧૦ હજાર બોરીની અંદરઅને સુકો માલ સાવવા લાગશે તો વેપારો થોડા વધી શકે છે. રમજાન માર્ચમાં હોવાથી તેની ઘરાકી નવેમ્બર- ડિસેમ્બરથી થોડી નીકળવા લાગે તેવી શક્યતા છે.
જીરૂ બેન્ચમાર્ક ઓક્ટોબર વાપદો રૂ.૨૮૦ વધીને રૂ.૨૬,૭૦૦ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂની બજારમાં વધધટે વાયદો ૨૭ હજારની સપાટી પાર કરે તો આગળ નવી તેજીની લાઈન ખુલી શકે તેમ છે.