જીરુની બજારમાં મંદીનો દોર યથાવત છે ભાવમાં મણે રુ.૫૦ નો ધટાડો હતો.જીરુમા નિકાસ વેપારીઓ નો અભાવ હતો.અને વાયદામાં પણ સપ્ટેમ્બર વાયદો રું.૨૫૦ ની નજીક આવી ગયો છે.આગામી દિવસોમાં જીરૂમાં જો ડોમેસ્ટિક કે બાંગ્લાદેશની માંગ નહીંઆવે તો બજાર હજી થોડા ઘટી શકે છે.
જીરૂના ભાવ આગામી દિવસોમાં વધઘટે રૂ.૨૨૫ સુધી આવે તેવી સંભાવનાં કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે જીરુંમાં અત્યારે વેચવાલી વધું છે અને ઊંઝા મા સામાન્ય આવકો કરતા બમણી આવકો જોવા મળી રહી છે જેને કારણે બજારનો ટોન નરમ દેખાય રહ્યો છે .
જીરુંમાં જો બાંગ્લાદેશના નવા નિકાસ વેપારીઓ આવે અને જો અટકેલું પેમેન્ટ જો આવવાં મણે તો બજારને ટેકો મળી શકે છે તાજેતરમાં જે નિકાસ વેપારીઓ થયાં તેમાં ૧૦ થી ૧૫ દિવસ પેમેન્ટ ડિલે થાય તેવી શક્યતા છે તેવી શક્યતા ઊંઝાના એક વેપારીએ જણાવ્યું હતું.
જીરૂનો સપ્ટેમ્બર મહિનાનો વાયદો રૂ.૨૩૦ ઘટીને રૂ.૨૫,૧૧૫ પર બંધ રહ્યો હતો, જ્યારે ઓગસ્ટ વાયદો રૂ.૧૦૬૫ વધીને રૂ.૨૭,૭૨૦ની સપાટી પર બંધ રહ્યો છે.