જીરું વાયદામા કડાકો બોલી ગયો હતો અને ભાવ २४ હજારની નજીક આવી ગયા હતા. જીરૂમાં હાલના તબક્કે ખાસ કોઈ મોટા વેપારો નથી અને વેચવાલી થોડી વધી હોવાથી જીરૂ વાયદો તુટ્યો હતો. જીરૂમાં સટ્ટાકીય મંદી પણ જોવા મળી રહી છે, જેની અસર પણ બજાર ઉપર જોવા મળી રહી છે.
જીરું ના વેપારીઓ કહી રહ્યા છે કે વતૅમાન સંજોગોમાં જીરુંની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના પર આધાર રહેલો છે. ડીસેમ્બર મહીનો આવી ગયો છે પરંતુ જીરુંમાં જાન્યુઆરી પહેલા કોઈ મોટા નિકાસ વેપારો આવે તેવા સંજોગો નથી.
અત્યારે વાયદામાં સટ્ટાકિય મુવમેન્ટ જોવા મળી રહી છે અને જો તેની અસર વધારે જોવા મળશે તો જીરુંની હાજર બજારમાં પણ અફડાતફડી જોવા મળી શકે છે. બેન્ચમાર્ક વાયદો રૂ.૯૪૫ ઘટીને રૂ.૨૪૩૯૫ની પર બંધ રહ્યો હતો.