જીરું વાયદામા ગયાં સપ્તાહમાં તેજી આવ્યા બાદ હાજર બજારમાં પણ મણે રૂ.૧૦ની તેજી આવી હતી. જીરૂની બજારમાં નવા વર્ષની રજાઓ પૂરી થયા બાદ નવા નિકાસ વેપારો આવશે તો બજારમાં હજી પણ થોડો સુધારો આવે તેવી સંભાવના રહેલી છે.
જીરૂના વેપારીઓ કહે છેકે જીરૂમાં ગલ્કની નિકાસ માંગ આવે તેવી ધારણાં છે. રમજાન મહિનો હવે નજીક આવી રહ્યો હોવાથી અત્યારથી નિકાસ વેપાર થશે તો બજારમાં આગળ ઉપર સમયસર માલ પહોંચી શકશે. જીરૂમાં નિકાસ વેપારો આવે તો બહુ મોટી તેજી થાય તેવા સંજોગો નથી, પરંતુ વાયદો રૂ.૨૪૫૦૦થી ૨૫૦૦૦ સુધી પહોંચી શકે છે. જીરૂમાં ઉંચા ભાવથી ખેડૂતોની વેચવાલી આવી શકે છે.
ખેડૂતો પાસે હજી પુષ્કળ માલ પડલો છે અને જેવા ભાવ વધે છે એવી ખેડૂતોની વેચવાલી આવી જાય છે. પરિણામે જીરૂમાં એક રેન્જ સુધી જ વધે તેવી શક્યતા છે. બેન્ચમાકૅ જાન્યુઆરી જીરું વાયદો છેલ્લા રૂ.૨૪,૧૦૦ ની સપાટી પર બંધ રહ્યો હતો.
જીરુંમાં અત્યારે મોટી તેજી જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતમાં માવઠાના ઝાપટાં પડયા હતા જેના કારણે જીરુંમાં એકસાથે ૫૦૦ નો વધારો ઊંઝા માર્કેટ યાર્ડમાં નોંધાયો છે.