જૂનના બીજા સપ્તાહમાં વાવણી,23 થી 30 મે વરસાદની આગાહી, નિલેશભાઈ ગામીએ કરી ચોમાસાની આગાહી
જુનાગઢના માંગરોળ તાલુકાના દિવરાણા ગામના આગાહીકાર નિલેશભાઈ ડાયાભાઇ ગામી પાસેથી આગામી 2024 ના ચોમાસાની આગાહી કરી છે. એ મુજબ નિલેશભાઈ કસ કાતરા વનસ્પતિ આધારીત અભ્યાસથી કહે છે કે મે મહિનાની તા-25 થી 30 તારીખ દરમિયાન અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થય શકે છે.
જુન મહિનામાં 6 થી 9 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે ફરી જુન મહિનામાં જ 22 થી 26 તારીખે સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં વાવણી નો બીજો રાઉન્ડ આવવાના એંધાણ છે
2024 ના ચોમાસાની આગાહી
30 જુન થી 5 જુલાઈ મહિનામાં મધ્યમ વરસાદની સંભાવના છે 21 થી 26 જુલાઈમાં સારાં વરસાદની સંભાવના છે.તેમજ 5 ઓગસ્ટ થી 11 ઓગસ્ટમાં સારો વરસાદ નો રાઉન્ડ આવશે. ઓગસ્ટમાં જ તારીખ 26 થી 30 દરમિયાન મધ્યમ વરસાદનો રાઉન્ડ આવશે.
સપ્ટેમ્બર દરમિયાન 4 થી 8 તારીખે મધ્યમ વરસાદની સંભાવના છે 17 થી 22 સપ્ટેમ્બરમાં સારા વરસાદનો રાઉન્ડ આવશે. 28 સપ્ટેમ્બર થી 6 ઓક્ટોબર મહિના દરમિયાન અમુક વિસ્તારોમાં વરસાદ નો રાઉન્ડ આવશે. ટુંકમાં વર્ણન કરીએ તો 2024 નું ચોમાસું સારા વરસાદનો સંકેતો આપી રહ્યું છે.