અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતુ કે નવેમ્બર માસમાં ગુજરાતમાં ઠંડીનું આગમાન થશે, જેમાં 6 થી 8 નવેમ્બર સુધીમાં પશ્ચિમિ વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડીનો પ્રારંભ થશે. આ ઉપરાંત 7 થી 10 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડુ લાવશે. અરબી સમુદ્રમાં 13-14 નવેમ્બર હલચલ જોવા મળશે. જે બાદ 17-18 નવેમ્બર ગુજરાતમાં પશ્ચિમિ વિક્ષેપના કારણે ઠંડી વધશે.
તેઓએ જણાવ્યું હતુ કે 19 થી 22 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. આગાહી પ્રમાણે 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતાઓ છે. ત્યારે આવતા મહિને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું હતું કે હવે તાપમાનમાં ધટાડો થશે, ગરમીમાંથી રાહત મળશે તેવી શક્યતા છે આગામી દિવસોમાં તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ આસપાસ જોવા મળશે તેવી શક્યતા છે બાકી હવે મોટાભાગના વિસ્તારોમાં ભુર પવનો (શિયાળું) પવનો સેટ થય જાશે. ઝાકળ વરસાદ માં આજથી ધટાડો થશે.
અંબાલાલ પટેલે શિયાળું પાકને લયને પણ જણાવ્યું હતું કે ૧૫ નવેમ્બરથી ખેડૂતો વાવેતર કરી શકશે વાતાવરણ અનુકુળ રહેશે…