પરેશ ગૌસ્વામીએ દિવાળી ઉપર હળવા માવઠાની આગાહી કરી હતી જેમાં 30 ઓક્ટોબર થી 2 નવેમ્બરમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખુબજ છુટાછવાયા વિસ્તારમાં હળવા માવઠાની સંભાવના છે. તે પ્રમાણે 30 થી 2 નવેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, કપરાડા, નવસારી, ડાંગ જિલ્લામાં એકલ દોકલ વિસ્તારમાં ઝાપટાં, હળવું માવઠું પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લામાં એક બે ભાગમાં ઝાપટાં પડી શકે છે તો વાદળછાયું વાતાવરણ જોવા મળશે. કોઈ મોટું માવઠું પડે તેવી શક્યતા નથી એટલે ખેડૂત ભાઈઓ એ ડરવું નહીં.
રાજ્યમાં દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ જોવા મળી રહ્યો છે જ્યારે રાત્રે ગુલાબી ઠંડી જેવો અહેસાસ થાય રહ્યો છે. જેમાં ખાસ કરીને 30,31,01 આ ત્રણ દિવસ તાપમાનમાં મોટો વધારો થશે અને 40 ડીગ્રી સુધી તાપમાન ઊંચું જશે તેવી શક્યતા છે. જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 35 થી 39 ડીગ્રી તાપમાન ઊંચું જશે અને કચ્છના સિમીત વિસ્તારમાં પણ આ રેન્જ મા તાપમાન જોવા મળશે.
ઝાકળ અને પવન અત્યારે પશ્ચિમ દિશામાંથી ફૂંકાઈ રહ્યા છે પવનને લયને ભેજનું પ્રમાણ વધતાં આજે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાકળ જોવા મળી રહી છે સાથે આગામી 3 દિવસ દરમિયાન ઝાકળ જોવા મળશે જેમાં કચ્છમાં, સૌરાષ્ટ્રના પશ્ચિમ ઉત્તર ના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં ઝાકળ નું જોર રહેશે.