હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડી અને માવઠાને લયને મોટી આગાહી કરી છે આજથી લધુત્તમ તાપમાનમાં ધટાડો થશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે.તે ઉપરાંત ૧૫ થી ૨૦ નવેમ્બરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારમાં હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહે લી છે.જેથી ગરમીમાંથી રાહત મળશે.
૨૨ નવેમ્બર બાદથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે હિમાલયનાં શિખરો મા ભારે હિમવર્ષા થશે, હિમવર્ષા ને લીધે ગુજરાતમાં ઠંડી નો ચમકારો વધશે તેવું અનુમાન છે. સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગર ૨૦ થી ૨૫ નવેમ્બરમાં એક સિસ્ટમ સક્રિય બનશે સાથો સાથ અરબી સમુદ્રમાં પણ ૧૭ થી ૨૩ નવેમ્બરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો વરસાદની સંભાવના છે બાકી કોઈ ખતરો નથી.
તે ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ ને કારણે ૭૪ વર્ષ બાદ ઓક્ટોબર માસ માં ગરમી પડી હતી, આ વર્ષ ગુજરાત માં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે તેવું અનુમાન છેઅને માવઠાં થઈ શકે છે ,છેલ્લા ૩૦ વર્ષની ઠંડી ના રેકોર્ડ તુટશે તેવી ભયંકર આગાહી અંબાલાલ પટેલે કરી છે.માર્ચ મહિના સુધી હવામાન માં પલ્ટા આવ્યા કરશે, માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે.
ગુજરાતમાં અત્યારે બપોર દરમિયાન મહત્તમ તાપમાન ૩૩-૩૫ ડીગ્રી રહેશે, આગામી દિવસોમાં ઉત્તર પૂર્વ ના ઠંડા પવનો આવશે એટલે તાપમાન નોર્મલ થઈ જશે, સાથે વહેલી સવારે હવે ઠાર જોવા મળશે, રાત્રે લધુત્તમ તાપમાન નીચું આવી રહ્યું છે ધીરે ધીરે ૨૦ ડીગ્રી આસપાસ જોવા મળે તેવી શક્યતા છે.