ડુંગળી ની બજારમાં ભાવ નરમ રહ્યા હતા , આવકો વધી રહી છે અને સામે વેપારો મર્યાદીત હોવાથી બજારમાં મણે રૂ.૫૦થી ૧૦૦નો ઘટાડો સારા માલમાં જોવા મળ્યો હતો. ડુંગળીની બજારમાં હાલ કોઈ મોટી મંદી નથી, કારણ કે જેટલી આવક થાય છે એટલો માલ ખપી જાય છે. ગુજરાતમાંથી અત્યારે દેશાવરની ઘરાકી સારી છે. . જો બજારો થોડી ઘટે તો દેશાવરના વેપારો પણ વધી જાય તેવી ધારણાં છે.
રાજકોટમાં નબળી ક્વોલિટીની ડુંગળીના ભાવ નીચામાં રૂ. ૧૦૦ પ્રતિ મણના બોલાય છે. આગામી દિવસોમાં ડુંગળી ની બજારમાં સરેરાશ બજારનો ટોન મિશ્ર દેખાય રહ્યો છે. ડુંગળીમાં જો આવકો વધશે અને સામે લેવાલી ઓછી થશે તો બજારો ઝડપથી નીચા આવી શકે છે. વેપારીઓ કહે છેકે આખો ડિસેમ્બર મહિનો કોઈ મોટી મંદી આવે તેવા નથી.
રાજકોટમાં ડુંગળીની નવી આવક નહાઁતી અને પેન્ડિંગમાંથી વેપારો થાય છે. ભાવ રૂ.૧૦૫થી ૬૦૫ હતા.ગોંડલમાં ડુંગળીના પેન્ડિંગ માલ માંથી ૨૯ હજાર કટ્ટાના વેપાર હતા અને ભાવ રૂ.૧૧૧થી ૯૦૧ હતા. સફેદમાં ૧૨૦૦ કઠ્ઠાની આવક સામે ભાવ રૂ.૧૫૧થી ૫૫૦ હતા.
મહુવામાં લાલ ડુંગળીની ૫૦ હજાર કેટ્ટાની આવક હતી અને ભાવ ૨૦ કિલોના લાલમાં રૂ.૩૦૦થી ૮૦૫ હતા. સફેદની ૨૦ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૨૦૦થી ૯૫૫ હતા.