સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ હતા અને મુવમેન્ટ નહોતી . સાઉથ કોરિયાના ટેન્ડરની જાહેરાત થઈ હોવાથી બજારો હવે બીડ ભરાશે ત્યાં સુધી સ્ટેબલ રહે તેવી ધારણા છે. આગામી દિવસોમાં સફેદ તલની બજારમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. જો ભારતને ભીડ મળશે તો જ તેજી આવે તેવી ધારણા છે. અને જો ભીડ ન આવે તો બજારો નીચી સપાટી પર અથડાયા કરશે.
વેપારીઓ કહે છે કે જો પાંચેક હજાર ટનનો ઓર્ડર મળશે તો બજારમાં કોઈ નવી 1 ડિમાન્ડ નીકળે તેવા સંજોગો નથી, પંરંતુ જો ઑર્ડર વધારે આવ્યો તો બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.
રાજકોટમાં સફેદ તલની 800 કટ્ટા ની આવક હતી અને યાર્ડ માં કુલ 1500 કટ્ટા પેન્ડીગ પડ્યા હતા . ભાવ રેગ્યુલર હલ્દ માં 1400 થી 1700 , બેસ્ટ હલ્દ માં 1700 થી 1850 અને પયોરકરીયાણા બર સફેદ તલમાં 2200 થી 2250 હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૫૦૦૦થી ૫૧૦૦, ઝેડ બ્લેકમા રૂ.૪૫૦૦થી ૪૯૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૫૦૦થી ૪૩૦૦ હતા. રાજકોટમાં ૧૨૦ બોરીની આવકો હતી.