સફેદ તલની બજારમાં જીવમાં જીવ આવ્યો છે. કોરિયાના ટેન્ડરમાં સીમાં સભાવનાએ આજુ ઘન કિલોએ રૂ.૧ની તેજી આવી હતી. કાળા તલમાં પણ મણે રૂ.૫૦ વધ્યાં હતા. તલની બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી, પરંતુ જો કોરિયાનું ટેન્ડર ભારતને મળશે તો બજારો થોડા વધી શકે છે. હાલ વૈશ્વિક બજારમાં તલની ડિમાન્ડ જ ઓછી છે.
કાળા તલમાં અત્યારે નવો શિયાળુ પાક કે જે હળવદ-મોરબી લાઈનમાં થાય છે તેની થોડી થોડી આવક થાય છે. આ ક્રોપ બહુ નાની સાઈઝનો અને થોડા દિવસ જ ચાલતો હોય છે. બજારમાં તેની કોઈ અસર નથી. વાવેતર ચાલુ છે અને ઉનાળુ વાવેતર વધારે થત્તા બજારો એપ્રિલમાં ઘટવા લાગશે તેવી શક્યતા છે.
કાળા સફેદ તલની ૫૦૦ કટ્ટાની આવક હતી અને પાડમાં કુલ 1000 કટ્ટા પેન્ડિંગ પડ્યાં છે. ભાવ રેગ્યુલર હલ્દમાં રૂ.૧૪૦૦થી ૧૭૦૦, 900 બેસ્ટ 486માં હદમાં હતા. રૂ. ૧૭૦૦થી ૧૮૫૦ અને પ્યોર કરિયાલાબર સફેદ તલમાં રૂ.૨૨૦૦થી ૨૨૫૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા, ઝેડ પ્લસ ક્વોલિટી માં રૂ.૫૦૦૦ થી ૫૧૦૦ , ઝેડ બ્લેક માં ૪૫૦૦ થી ૪૯૦૦ અને એવરેજ ભાવ ૩૫૦૦ થી ૪૩૦૦ હતા.રાજકોટમા ૧૦૦ બોરીની આવકો હતી .