હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગામી દિવસોમાં દિવાળી ઉપર માવઠાની આગાહી કરી છે સાથે તાપમાન, પવન અને ઠંડીના આગમનની પણ માહિતી આપી છે. પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ 30 થી 1 નવેમ્બર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરીથી હવામાનમાં પલટો આવશે અને અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે તો ક્યાંક છાટછુટ પડે તેવી સંભાવના છે.
આગામી 30 અને 31 ઑક્ટોબર તેમજ પહેલી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.વાદળછાયું વાતાવરણ 3 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જુનાગઢ , જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ , વલસાડ , નવસારી, તાપી, સુરત જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આથી ખેડૂત મિત્રોએ કપાસ, મગફળી અને સોયાબિનના હાર્વેસ્ટિંગ વહેલી તકે સાચવી લેવા જોઈએ.
જ્યારે 27 ઑક્ટોબર સુધી તાપમાન 32 થી 36 ડિગ્રી જેટલું ઊંચુ જોવા મળશે. એકાદ સેન્ટરમાં તો તાપમાન 36 ડિગ્રીથી પણ ઊંચુ જઈ શકે છે. આખા દિવસ દરમિયાન આટલું તાપમાન અનુભવાશે, જ્યારે રાતના સમયે તાપમાન નીચુ જશે. એટલે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે ભારે વિસંગતતા જોવા મળી શકે છે. અત્યારે બેવડી શ્રૃતુ જોવા મળશે, અને ઉનાળા જેવી ગરમી જોવાં મળે તેવી શક્યતા છે.
પરેશ ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે પવનની ગતિ 5 થી 10 કીમી પ્રતી કલાકની ઝડપે છે તે મુજબ આગામી 5 નવેમ્બર સુધી જોવા મળશે, ત્યાંર બાદ પવનની ઝડપ વધી શકે છે સાથે અલંગ અલગ દિશાના પવનો જોવા મળશે. પરેશ ગૌસ્વામીએ ઠંડીને લયને પણ માહિતી આપી હતી જેમાં 5 નવેમ્બર થી ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઇ જાશે તેવું અનુમાન છે.